Charotar Sandesh
ગુજરાત

‘લોકશાહી બચાવો બંધારણ બચાવો’ : રાજભવન સામે નારા સાથે વિરોધ, કોંગ્રેસ નેતાઓની અટકાયત…

ગાંધીનગર : લોકશાહી બચાવો હેઠળ ગુજરાત કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કરી રહી છે. રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટને પગલે દેશના તમામ રાજભવન બહાર કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગુજરાતમાં પણ રાજભવન સામે દેખાવો કરવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સરકીટ હાઉસ પાસે ભેગા થયા હતાં. જો કે રાજભવન ખાતે વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી. મંજૂરી વગર રાજ ભવન સામે દેખાવો કરવાના પ્રયત્ન કરાતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની સહિત ૨૦ લોકોની ગાંધનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. કોંગ્રેસના નેતાઓને ગાંધીનગર પોલીસ દ્વારા અટકમાં લેવાયા બાદ સેક્ટર ૨૭ ખાતે લઈ જવામાં આવ્યાં છે. આ બાજુ ગાંધીનગરના ડીવાયએસપી એમ કે રાણાએ અગાઉ જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા કોઈ પણ પૂર્વ મંજૂરી માંગવામાં આવી નથી અને પ્રતિબંધિત વિસ્તાર હોવાથી જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે તો પોલીસ એક્શન લેશે.

રાજભવનને ફરતે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજના વિરોધ પ્રદર્શન મામલે કહ્યું કે દેશના અલગ અલગ રાજ્યોમાં લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે. મણીપુર, ગોવામાં લોકશાહીનું હનન કરાયું. ભાજપ એ જ પરંપરાને આગળ લઈ જાય છે અને રાજસ્થાનમાં પણ સરકાર તોડવાનો પ્રયત્ન કરી રહી છે. રાજ્યપાલનું પદ બંધારણીય રીતે પક્ષાપક્ષીથી પર રહીને કામ કરવાનું હોય છે બંધારણીય પદ પર બેઠેલા લોકો જવાબદાર લોકો પણ કેન્દ્ર સરકારના આદેશ મુજબ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રીએ વિધાનસભા સત્ર બોલાવવાની મંજૂરી માંગી પણ તે આપવામાં ન આવી. રાજસ્થાનના પ્રશ્નોની ચર્ચા કરવા માટે વિધાનસભા સત્ર બોલાવવાની માગણી કરી હતી. રાજ્યની કેબિનેટ ભલામણ કરે એટલે રાજ્યપાલે સત્ર બોલાવવાનું હોય છે, કોઈના ઇશારે કામ કરી રહ્યા છે તેના કારણે સત્ર બોલાવતા નથી.

ચાવડાએ કહ્યું કે ’ભાજપની સત્તા ભૂખ લોકશાહીનું હનન ફરી આગળ વધી રહી છે તેના કારણે દેશભરમાં તમામ રાજગોરનો સામે કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે.’ ભાજપના સંગઠનને ભા ને બદલે ભાઉ મળ્યા છે. ભાજપ સંગઠનને લઈને પ્રજા વચ્ચે જવાબ આપવા સક્ષમ નથી અને તેના જ કારણે પૈસાની લાલચ અને ધમકી આપીને કોંગ્રેસના લોકોને તોડે છે અને ભાજપ દલબદલની રાજનીતિ કરે છે. પ્રદેશ પ્રમુખે કહ્યું કે જે લોકો પ્રજા સાથે દ્રોહ કરીને કરીને ગયા તે તમામને પ્રજાએ પાઠ ભણાવ્યો છે. ગુજરાતની જનતા સારી અને સમજુ છે તેણે ક્યારેય પૈસાથી વેચાતા નેતાઓને વિશ્વાસ કર્યો નથી. તેમણે અહીં એ પણ ઉલ્લેખ કર્યો કે ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વીકાર કર્યો છે કે ભાજપ પોતાના બધા ઉપર જીતી શકે એવી નથી અને સંગઠન પણ મજબૂત નથી.

Related posts

સરદાર સરોવરમાં પાણીની આવક વધી, ડેમની સપાટી ૧૨૧.૭૦ મીટરે પહોંચી…

Charotar Sandesh

Earthquake : મોડી રાત્રે કચ્છની ધરા ધ્રૂજી, ભૂકંપની તિવ્રતા ૨.૯, કેન્દ્રબિંદુ ભુજથી ૨૨ કિમી દૂર

Charotar Sandesh

ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, અમદાવાદમાં ૯૧.૨૫નું લિટર…

Charotar Sandesh