Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

સરદાર સરોવર નર્મદા ડેમમાં જળ સપાટી વધીને ૧૨૧.૦૮ મીટરે પહોંચી…

કેવડિયા : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ૩૮ સે.મી.નો વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી ૧૨૧.૦૮ મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની ૨૩,૧૦૮ ક્યૂસેક પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં હાલ નજીવો વઘારો થયો છે. નર્મદા ડેમ ખાતે હજી પણ ૧૨૦૦ મેગાવોટના રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ છે. હાલ નર્મદા ડેમમાં ૧૪૧૩.૬૬ મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો ઉપબલ્ધ છે.
આ વર્ષે ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ હજી ભરાયા નથી. આ બંને ડેમ ભરાયા બાદ જ નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવશે. જોકે હાલ નર્મદા ડેમમાં નદી-નાળાઓની પાણીની આવક થતાં ડેમની સપાટી વધી છે. નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અનેક ધોધ અને નદી-નાળાઓ છલકાયા છે અને નાંદોદ તાલુકાના જૂના ઘાંટા ગામ ખાતે આવેલા ટકારા ધોધમાં ભરપૂર પાણી આવ્યું છે. જેને પગલે ધોધના આહલાદક દ્રશ્યો સર્જાયા છે.

Related posts

કોરોના સંકટઃ સુરતમાં હાઈરિસ્ક ઝોનમાં શનિ-રવિ ફૂડ વેચાણ બંધ કરવા નિર્ણય

Charotar Sandesh

રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે CM ભૂપેન્દ્ર પટેલની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક સંપન્ન

Charotar Sandesh

સુરત ડબલ મર્ડર : સાત હુમલાખોરો, દરેકના હાથમાં ચપ્પુ ને તલવાર, 30 ઘા ઝીંકાયા…

Charotar Sandesh