Charotar Sandesh
મધ્ય ગુજરાત

અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં : વડોદરાના ભાયલી સ્ટેશનથી પાદરા હાઈવે રોડનું રિપેરીંગ કામ શરૂ…

વડોદરા : જિલ્લામાં એક તરફ મેઘરાજાની મહેર વરસી રહી છે અને બીજી તરફ વરસાદના કારણે ધોવાતા રસ્તા અને મસમોટા જોખમી ખાડાઓથી વાહનચાલકો-નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેમાં ભાયલી સ્ટેશનથી પાદરા હાઈવે રોડ વરસાદમાં સાવ ધોવાઈ ગયો હતો. આ માર્ગો પર પડેલા મોટા ગાબડાંથી નાના-મોટા અકસ્માતો સર્જાવાની ભિતી સર્જાવા પામી હતી, જેથી ચોમાસામાં રસ્તા બિસ્માર બનવાના કારણે સ્થાનિકો-વાહનચાલકોને અવરજવરમાં ભારે પરેશાની ભોગવવી પડી રહી હતી. જે બાદ જનતાના અવાજને વાચા આપવા ‘ચરોતર સંદેશ’માં અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર હરકતમાં આવી આ રોડનું રિપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે, જેને લઈ વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે.

નોંધનીય છે કે, વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જવા પામતાં હોેય છે, જે બાદ સંબંધિત તંત્ર દ્વારા તે રોડનું ફક્ત રીપેરીંગ કરવામાં આવે છે, જે થોડા દિવસ પસાર થતાં ‘જૈસે થે’ જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે.

  • Ravi Patel, Vadodara

Related posts

વડોદરા : બૂટલેગરની પત્ની સાથે આડા સંબંધ રાખનારા યુવકની હત્યા, બૂટલેગર અને તેના બે મિત્રોની ધરપકડ…

Charotar Sandesh

વડોદરામાં કોરોના બેકાબૂઃ એક યુવાન સહિત વધુ છના મોતથી ખળભળાટ…

Charotar Sandesh

ગુજરાતમાં તા. ૧૩ અને ૧૪ તારિખે ભારે વરસાદની આગાહીને લઈ આ શહેરોમાં રેડ એલર્ટ જાહેર

Charotar Sandesh