Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

ગુજરાતમાં તા. ૧૩ અને ૧૪ તારિખે ભારે વરસાદની આગાહીને લઈ આ શહેરોમાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે

Ahemdabad : ગુજરાતમાં મેઘમહેર જામી હોવાથી હવામાન વિભાગ (whether department) ની નવી આગાહી કરાઈ છે, તારિખ ૧૩ થી ૧૫ જુલાઈ સુધી ખુબજ ભારે વરસાદને પગલે ઘણા શહેરોમાં રેડ-ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કરાયો છે.

ઉચ્ચ તંત્ર દ્વારા તમામ અધિકારીઓ તેમજ નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે

તારિખ ૧૩-૦૭-૨૦૨૨ બુધવારના રોજ વલસાડ, સુરત, નવસારી, ડાંગ, ગીર સોમનાથ, ભાવનગર તેમજ જુનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

તો બીજી તરફ નર્મદા, મોરબી, છોટા ઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ જાહેર કરાયેલ છે, તાપી, રાજકોટ, બોટાદ, અમરેલી, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે તારિખ ૧૪-૦૭-૨૦૨૨ના રોજ રેડ એલર્ટમાં ડાંગ, સુરત, નવસારી, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ તેમજ દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ઓરેન્જ એલર્ટમાં ભરૂચ, પોરબંદર, ભાવનગર, જુનાગઢ, નર્મદા તથા તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલ છે.

બીજી તરફ યલો એલર્ટમાં આણંદ, વડોદરા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, રાજકોટ અને છોટા ઉદેપુરમાં જાહેર કર્યું છે.

Other News : વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિને પહોંચી વળવા માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠક

Related posts

સુરતમાં અતુલ બેકરીના માલિકની કારે ૩ વાહનોને અડફેટમાં લીધા, ૧નું મોત…

Charotar Sandesh

દેશમાં ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવવામાં ગુજરાત સાતમા ક્રમે, મહારાષ્ટ્ર મોખરે…

Charotar Sandesh

બીલ ગામમાં સોસાયટીઓના ટી.પી. રોડનું ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખાતમુર્હુત કરાયું…

Charotar Sandesh