Charotar Sandesh
ગુજરાત

ગૃહપ્રધાન અમિત શાહ ૧૭ ઑક્ટોબરથી બે દિવસના ગુજરાત પ્રવાસે…

પોતાના વતન માણસામાં બહુચર માતાના આશિર્વાદ લેશે…

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાત મહિના પછી પોતાના વતન ગુજરાત આવશે. તેઓ નવરાત્રિના પ્રથમ દિવસે ૧૭મી ઓક્ટોબરના રોજ અમદાવાદ આવશે. આ દિવસે આવીને તેઓ બીજા દિવસે પોતાના વતન માણસા જશે. માણસામાં બહુચર માતાના તે આશીર્વાદ લેશે.
અમિતશાહને કોરોના થયો હોવાના લીધે તેમણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો એવો સમય હોસ્પિટલમાં વીતાવવો પડ્યો હતો. તેના પછી સંસદીય કાર્યવાહી શરૂ થતા સંસદના ચોમાસા સત્રમાં પણ તેમણે હાજરી આપી હતી. અમિત શાહ ગમે તેવી વ્યસ્તતા વચ્ચે નવરાત્રિમાં આવવાનું ભૂલતા નથી.
અમિત શાહનો આ પ્રવાસ રાજ્યમાં આઠ સીટ પર યોજાનારી પેટા ચૂંટણીને લઈ પણ સૂચક માનવામાં આવી રહ્યો છે. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવા અંગે તેઓ કાર્યકરો, નેતાઓને માર્ગદર્શન આપી શકે છે.

Related posts

અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુંમાં યુવકો બન્યા રાતના રાજા, બેરિકેટિંગ આગળ કર્યો ડાન્સ…

Charotar Sandesh

મેટ્રો ટ્રેન પ્રોજેકટ : મુખ્યમંત્રીએ કહ્યું- કોંગ્રેસની સરકારમાં રાજ્યને થયો હતો અન્યાય…

Charotar Sandesh

ગુજરાતના આ ૬ જિલ્લામાં રેડ એલર્ટ, ૮માં ઓરેન્જ એલર્ટ : હવામાન વિભાગે આગાહી કરી

Charotar Sandesh