Charotar Sandesh
ઈન્ડિયા

કોમન ચૂંટણી ઢંઢેરો : બિહારમાં ૧૦ લાખ યુવાનોને સરકારી નોકરીનું ચૂંટણી વચન…

મહાગઠબંધને જાહેર કર્યો કોમન ચૂંટણી ઢંઢેરો : બિહારમાં ૧૦ લાખ યુવાનોને સરકારી નોકરીનું ચૂંટણી વચન…

આ ચૂંટણી નવો રસ્તો અને નવુ આકાશ વિરુદ્ધ હિંદુ-મુસલમાનની ચૂંટણી છેઃ સૂરજેવાલા

પટના : બિહાર વિધાનસભા ચૂંટણી માટે આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. પટનામાં આયોજીત પ્રેસ કૉન્ફરન્સમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલા, શક્તિસિંહ ગોહિલ સહિત મહાગઠબંધનના અન્ય નેતાઓએ ચૂંટણી ઢંઢેરો ’પ્રણ અમારો, સંકલ્પ બદલાવનો’ જારી કર્યો. આ દરમિયાન તેજસ્વી યાદવે રાજ્યની નીતિશ સરકાર પર પણ હુમલો કર્યો. તેજસ્વી યાદવે કહ્યુ કે નીતિશ કુમાર છેલ્લા ૧૫ વર્ષોથી રાજ્યના મુખ્યમંત્રી છે પરંતુ આજ સુધી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવી શક્યા નથી.
ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને તેજસ્વી યાદવે કહ્યુ, ’બિહારમાં ડબલ એન્જિનની સરકાર છે. છેલ્લા ૧૫ વર્ષથી નીતિશ કુમાર બિહારમાં સરકાર ચલાવી રહ્યા છે પરંતુ આજ સુધી આપણા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવી શક્યા નથી. વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી આવીને વાતચીત નહિ કરે. અમે વચન આપીએ છીએ કે કેબિનેટના પહેલા નિર્ણયમાં જ બિહારમાં યુવાનોને ૧૦ લાખ સરકારી નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત બિહારમાં અમારી સરકાર બન્યા બાદ અમે રાજ્યને વિશેષ દરજ્જો અપાવીશુ.
કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આ દરમિયાન કહ્યુ, ’આ ચૂંટણી નવી દિશા વિરુદ્ધ દૂર્દશાની ચૂંટણી છે. આ ચૂંટણી નવો રસ્તો અને નવુ આકાશ વિરુદ્ધ હિંદુ-મુસલમાનની ચૂંટણી છે. આ ચૂંટણી નવા તેજ વિરુદ્ધ નિષ્ફળ અનુભવની ચૂંટણી છે, આ ચૂંટણી ખુદ્દારી અને વિકાસ વિરુદ્ધ ભાગલા અને નફરતની ચૂંટણી છે. જો અમે તેજસ્વી યાદવના નેતૃત્વમાં બિહારમાં સરકાર બનાવીએ તો સૌથી પહેલા અમે વિધાનસભા સત્ર બોલાવીને કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને ખતમ કરવા માટે બિલ પાસ કરીશુ.

Related posts

તમિલનાડુ : પીએમ કિસાન યોજનામાં ૧૧૦ કરોડનું કૌભાંડઃ ૮૦ કર્મચારી સસ્પેન્ડ, ૩૪ અધિકારી બરતરફ…

Charotar Sandesh

આગામી વર્ષે બુસ્ટર ડોઝની જરૂર પડી શકે : એઈમ્સ ડીરેક્ટર ગુલેરિયા

Charotar Sandesh

મુકેશ અંબાણીને ઝટકો, ૨૪૦૦૦ કરોડની ડીલ પર કોર્ટે રોક લગાવી…

Charotar Sandesh