Charotar Sandesh
ગુજરાત

અમદાવાદમાં કોરોના બેકાબૂ, ખાનગી હોસ્પિટલમાં ૯૫% બેડ કોરોના દર્દીઓથી ભરાયા…

અમદાવાદ : દિવાળીની ખરીદી માટે જે રીતે લોકો માર્કેટમાં નીકળ્યા હતા, તે જોતા કોરોના સંક્રમણની શક્યતા વધી હતી. જોકે, હવે તેનુ પરિણામ હોસ્પિટલોમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસોમા એકાએક વધારો થયો છે. સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ભરાવો થયો છે, સરવાળે દર્દીઓ માટે હવે બેડ ખૂટી રહ્યાં છે. જેમાં અમદાવાદમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. કોરોનાની સારવાર આપતી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ૯૫% બેડ કોરોના પોઝિટિવ દર્દીઓથી ભરાયા છે. અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમા માત્ર ૫ ટકા જ બેડ ખાલી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાલ માત્ર ૨૧૪ જેટલા જ બેડ ખાલી રહ્યા છે.

એક તરફ તહેવારની ઉજવણી, ખરીદી અને બીજી તરફ ઠંડક વધતા કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ છે. અમદાવાદમાં કુલ ૭૧ કોવિડ હોસ્પિટલમાં ૨૨૫૬ બેડ પર હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદની જુદી જુદી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ૨૨૫૬ જેટલા બેડ કોરોના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. એએમસી સંચાલિત એસવીપી હોસ્પિટલ પણ કોરોનો દર્દીઓથી ઉભરાઇ છે. અસારવા સિવિલ કેમ્પસની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે નવા વોર્ડ ખોલવાની ફરજ પડી છે. ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં ૭૦૦ થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે.

છેલ્લા ૫ દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો નોંધાયો છે. કોરોનાની સ્થિતિમાં એસવીપી હોસ્પિટલ બહારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સાથે અનેક એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગેલી જોવા મળી છે. ૧૦૮ના પાયલોટ અને દર્દીઓ પરેશાન દેખાઈ રહ્યાં છે. કલાકથી પણ વધુ સમય બાદ દાખલ ન કરવા તેમજ અન્ય હોસ્પિટલમાં પણ રીફર ન કરાતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. કોર્પોરેશનના અધિકારીઓનો પણ વધતા કેસોને જોઈ જાણે અસમંજસમાં મૂકાયા હોય તેવું લાગે છે. માત્ર જાણીતા અને વગદાર લોકોને એસવીપી માં સારવાર માટે દાખલ કરાઈ રહ્યા હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

Related posts

જનસેવકની અનોખી જનસંવેદના : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક વડોદરાના સુખાલીપુરા ગામે પહોચ્યા

Charotar Sandesh

કોરોના સંક્રમિત થયેલા મેયર જગદીશ પટેલની તબિયત લથડી, હૉસ્પિટલમાં ખસેડાયા…

Charotar Sandesh

પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાને જામીન મળતાં જેલ બહાર : કાર્યકરોનો ટોળે ટોળાં ઉમટ્યા

Charotar Sandesh