મુંબઇ : બોલિવૂડના મહાનાયક કોરોના મહામારીની વચ્ચે બેક ટુ બેક શૂટિંગ કરી રહ્યા છે. ગેમ રિયાલિટી શો ’કૌન બનેગા કરોડપતિ ૧૨’ સિવાય બિગ બીએ એક નવી એડનું શૂટિંગ પૂરું કર્યું છે જેમાં તેમની સાથે તેની પત્ની જયા બચ્ચન અને દીકરી શ્વેતા નંદા પણ સામેલ છે.
અમિતાભ બચ્ચનના પરિવાર સાથે શૂટિંગ કરતા ફેમિલી ટાઈમ પણ એન્જોય કર્યો. હાલમાં જ બિગ બીએ સેટ પરથી એક ફેમિલી ગ્રુપ ફોટો શેર કર્યો છે જે તેમણે ક્લિક કર્યો છે. તેમાં દીકરી શ્વેતા માસ્ક લગાવીને મોબાઈલ પકડતી દેખાઈ છે. આ ફોટો શેર કરીને અમિતાભ બચ્ચને ઇન્સ્ટા પર લખ્યું કે, ’ફેમિલી એટ વર્ક.’
અન્ય એક ફોટો બિગ બીએ ટિ્વટર પર પણ શેર કર્યો છે. તેમાં પરિવારનો લુક અલગ છે. શ્વેતા અને જયા બચ્ચને હેવી જ્વેલરી પહેરેલી છે.