Charotar Sandesh
ગુજરાત

કોરોનાને કારણે શરદી-ખાંસી-એન્ટીબાયોટિક દવાઓના વેચાણમાં ધરખમ વધારો…

અમદાવાદ : રાજ્યમાં કોરોના મહામારીને પગલે લોકોના સ્વાસ્થ્ય પર મોટી અસર જોવા મળી રહી છે. ત્યારે હજુ સુધી કોરોના વાઈરસની કોઇ રસી બની ન હોવાથી માત્ર માસ્ક જ કોરોના જેવા ભયંકર વાઈરસ સાથે રક્ષણ આપવાનું કામ કરે છે. બીજી તરફ, લોકો કોરોનાના ભયને કારણે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળા તેમજ દવાઓ લઈ રહ્યા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યભરના દવાના માર્કેટમાં છેલ્લા ૮ મહિનામાં ૧૦૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને શરદી, ખાસી, તાવની દવામાં ૮૦ ટકા જેટલો વધારો નોંધાયો છે.
ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ અને એફજીએસસીડીએના પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં કોરોના મહામારીની રાજ્યમાં શરૂઆત થયા બાદ દવાના વ્યવસાયમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે, કારણ કે કોવિડને લગતી કેટલીક પ્રોડક્ટોની ડિમાન્ડ મોટા પ્રમાણમાં વધી ગઈ છે, જેમ કે મલ્ટીવિટામિન, વિટામિન-સી કે પછી કેટલીક ઇજેક્ટેબલ જે હોસ્પિટલમાં દર્દીઓ માટે વપરાય છે. એ તમામ પ્રોડક્ટના વેચાણમાં વધારો થયો છે, સાથે જ શરદી, ખાસી, તાવ જેવી દવાઓના વેચાણમાં ૭૦થી ૮૦ ટકાનો વધારો થયો છે. એ સિવાય અન્ય બીમારીઓ, જેવી કે પેટમાં દુખાવો, બીપીની દવા, એન્ટીબાયોટિક, પેરાસિટામોલ વગેરેના વેચાણમાં ૪૦થી ૫૦ ટકાનો વધારો નોંધાયો છે.
તેમણે વધુમાં કહ્યું, સામાન્ય દિવસોમાં જે લોકો મેડિકલમાંથી એક-બે પેકેટ દવાના લઈ જતા હોય છે, ત્યારે કોરોનાકાળ દરમિયાનથી લોકો એકસાથે ૧૦-૧૦ પેકેટની ખરીદી કરી લે છે, જેને કારણે મોટા ભાગના મેડિકલ સ્ટોર પણ જથ્થાબંધ દવાઓની ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ, કોરોનાની શરૂઆતમાં આયુર્વેદિક દવાઓનું માર્કેટ ખૂબ જ વધી ગયું હતું, પરંતુ સેકન્ડ વેવ આવ્યો તેમાં આયુર્વેદિક દવાના વેચાણમાં કોઇ ખાસ વધારો જોવા મળ્યો નથી, પરંતુ આયુર્વેદિક દવાઓમાં સુદર્શન ઘનાવતી, ગિલોઈ, સમસનવતી જેવી દવાઓનું વેચાણ સારું રહ્યું છે.

Related posts

મીની લોકડાઉન લાવી આ ત્રીજી લહેરની ચેઈન તોડી શકાશે : કોંગ્રેસની રાજ્ય સરકારને સલાહ

Charotar Sandesh

બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા સાંભળતાંની સાથે જ ૫૪ નિર્દોષનું લોહી વહાવનારા કેટલાક આતંકીઓ રડવા લાગ્યા

Charotar Sandesh

દુષ્કર્મ કેસમાં ૩૫ લાખના તોડ મામલે મહિલા PSIના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર…

Charotar Sandesh