Charotar Sandesh
સ્પોર્ટ્સ

હું નવા ભારતનું પ્રતિનિધિતત્વ કરું છું : કોહલી

મુંબઇ : ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ સામેની પ્રથમ ટેસ્ટ પહેલાં કહ્યું કે, “હું નવા ભારતનું પ્રતિનિધિતત્વ કરું છું. હું હંમેશા પોઝિટિવ રહીને પડકારનો સામનો કરવા તૈયાર છું.” તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી ગ્રેગ ચેપલે કહ્યું હતું કે, કોહલી બધા નોન-ઓસ્ટ્રેલિયન ખેલાડીઓમાં સૌથી ઓસ્ટ્રેલિયન વ્યક્તિ છે. આના જવાબમાં કોહલીએ આ પ્રતિક્રિયા આપી છે.
પોતાની આક્રમક રમત અને કપ્તાની વિશે વાત કરતા કોહલીએ કહ્યું કે, હું હંમેશા મારી જાત સાથે રિયલ રહ્યો છું. મારી પર્સનાલિટી અને કેરેક્ટરના લીધે નવા ભારતનું પ્રતિનિધિત્વ કરું છું. હું ઓસ્ટ્રેલિયન્સ સાથેની સરખામણી અંગે વિચારતો નથી. ભારતીય ટીમ તરીકે અમે આવી છાપ છોડી છે અને પ્રથમ દિવસથી હું આ રીતે જ રમ્યો છું અને રહ્યો છે.
કોહલીએ કહ્યું કે, નવું ભારત દરેક પડકાર માટે તૈયાર છે. અમે પોઝિટિવ માઇન્ડસેટ સાથે દરેક ચેલેન્જનો સામનો કરીએ છીએ. અમે સુનિશ્ચિત રહીએ છીએ કે અમે દરેક પડકાર માટે તૈયાર છીએ.

Related posts

અમ્પાયરના નિર્ણયો આખા મેચને બદલી શકે છે : અમ્પાયરિંગ પર પ્રશ્ન ઉઠાવ્યો વિરાટે…

Charotar Sandesh

Tokyo Olympic : રેસલર બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

Charotar Sandesh

ધોની અને તેની ટીમ ૧૧ માર્ચથી મેદાન પર પ્રેક્ટિસ કરતી જોવા મળશે…

Charotar Sandesh