Charotar Sandesh
સ્પોર્ટ્સ

Tokyo Olympic : રેસલર બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

બજરંગ પૂનિયા Bajrang Puniya

કઝાખસ્તાનના નિયાઝબેકોવ ડોલેટને ૮-૦થી હરાવ્યો

ટોક્યો : ટોક્યો ઓલિમ્પિકથી સારા સમાચાર આવ્યા છે. ભારતની મેડલ ટેલીમાં વધુ એક મેડલનો વધારો થયો છે. ભારતીય રેસલર બજરંગ પૂનિયા (Bajrang Puniya) એ કઝાખસ્તાનના નિયાઝબેકોવ ડોલેટને ૮-૦ હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. આ સાથે ઓલિમ્પિકમાં ભારતને આ છઠ્ઠો મેડલ મળ્યો છે. રેસલિંગમાં રવિ કુમાર દહિયા બાદ બજરંગ પૂનિયાએ દેશને વધુ એક મેડલ અપાવ્યો છે.

પુરુષોની ફ્રી સ્ટાઈલ ૬૫ કિલોગ્રામ વર્ગમાં સેમી ફાઈનલમાં બજરંગ પુનિયા (Bajrang Puniya) નો સામનો ત્રણ વારના વર્લ્‌ડ ચેમ્પિયન અઝરબૈજાનના હાજી એલિયેવ સાથે થયો. બજરંગ પુનિયા (Bajrang Puniya) મુકાબલામાં ૫-૧૨થી હાર્યા. જો કે હજુ બ્રોન્ઝ મેડલની આશા જીવંત છે.

ટોકિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલમાં બજરંગ પૂનિયા (Bajrang Puniya) નો સામનો ઈરાનના મોર્તજા ગેસી ચેકા સાથે થયો હતો. શરૂઆતમાં બજરંગ ૦-૧થી પાછળ હતા પરંતુ બીજા ક્વાર્ટરમાં તેમણે જબરદસ્ત વાપસી કરી અને બે પોઈન્ટ મેળવ્યા હતા. આખરી મિનિટમાં ભારતીય પહેલવાને દાવ ખેલ્યો અને ઈરાનનો મોર્તજા પછડાયો. બજરંગ પુનિયાએ શાનદાર જીત મેળવી હતી.

Other News : અભિનંદન : ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ : ૧૩ વર્ષ બાદ ભારતને અપાવ્યો ગોલ્ડ

Related posts

નંબર-૪ પર અય્ચર ફિટ, ધોનીની જેમ પંત નીચલા ક્રમ પર રમે : ગાવસ્કર

Charotar Sandesh

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, મેક્સવેલની વાપસી…

Charotar Sandesh

હરભજનસિંહ તેની માતાની તબિયત ખરાબ હોવાને કારણે હાલ યુએઇ નહિ જાય…

Charotar Sandesh