Charotar Sandesh
ગુજરાત

સીએટીની પરીક્ષામાં સુરતના ઋષિ પટેલે ૯૯.૯૯% સાથે ભારતમાં ટોપ ૨૫માં સ્થાન મેળવ્યું…

સુરત : સુરતના ૨૧ વર્ષીય યુવક ઋષિ પટેલે દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ સંસ્થામાં એડમીશન લેવા માટે પ્રાથમિક પરીક્ષા કેટ આપી હતી. જેમાં તેને ૯૯.૯૯ પર્સેન્ટાટાઈલ રેન્ક મેળવીને ભારતભરમાં ટોપ ૨૫માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઋષિએ અભ્યાસ સાથે પરીક્ષા આપી એક મોટી સફળતા હાંસલ કરી છે. હવે ઋષિને અમદાવાદ આઈઆઈએમમાં પ્રવેશ માટે સરળતા રહેશે. સુરત શહેરના પિપલોદ વિસ્તારમાં આવેલી સંસ્કાર પાર્ક સોસાયટીમાં ૨૧ વર્ષીય ઋષિ દિલીપભાઈ પટેલ પરિવાર સાથે રહે છે.
હાલ ઋષિ આઈઆઈટી દિલ્હી બી ટેકના ફાઈનલ યરમાં અભ્યાસ કરે છે. દરમિયાન સીએટીની ૨૯ નવેમ્બર ૨૦૨૦એ પરીક્ષા આપી હતી. દેશભરમાંથી ૨ લાખ ૨૭ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ગુજરાતમાંથી ૯ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ભારતમાંથી આ વર્ષે ૧૦ વિદ્યાર્થીઓ લગભગ ૧૦૦ ટકા પર્સેન્ટાઇલ લાવ્યા હશે. ઋષિ પટેલે ૯૯.૯૯ પર્સેન્ટાઇલ મેળવી સુરતનું ગૌરવ વધાર્યું છે અને ટોપ ૨૫માં સ્થાન મળ્યું છે.
ઋષિએ જણાવ્યું હતું કે, અભ્યાસ સાથે પરીક્ષા આપી એક મોટી સફળતા હાંસલ કરી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ બ્રેક લઈ પર્સેન્ટાઇલ લાવતા હોય છે. ત્રણ સેક્શન પર પરીક્ષા લેવાતી હોય છે. મારું પરીક્ષાનું સેન્ટર સુરત જ હતું. કેટમાં ૯૯.૯૯ પર્સેન્ટાઈલ આવતા આઈઆઈએમમાં પ્રવેશ દ્વાર ખુલી ગયા છે અને અમદાવાદ આઈઆઈએમમાં પ્રવેશ માટે સરળતા રહેશે.

Related posts

સંતશ્રી સદારામ બાપુના અવસાનની વાત એક અફવા

Charotar Sandesh

ભાજપના પ્રમુખ સીઆર પાટીલ થયા કોરોનામુક્ત, આવતીકાલે અપાશે રજા…

Charotar Sandesh

Crime : અંકલેશ્વરમાં એક જ છોકરીના પ્રેમમાં પડ્યા બે સારા મિત્રો, કરૂણ અંત આવ્યો

Charotar Sandesh