Charotar Sandesh
ગુજરાત

કેશોદમાં એક સાથે ૧૧ વિદ્યાર્થિનીઓ કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ…

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં ગત ૧૧ જાન્યુઆરીથી શાળા માં ધોરણ ૧૦ અને ૧૨ માટે શૈક્ષણિક કાર્ય શરુ થયું છે. કોરોના ની ગાઈડલાઈન્સ અનુસાર રાજ્યમાં શાળાઓ શરુ કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં શાળા શરુ થયા બાદ વિધાર્થીઓમાં કોરોના વૈર્સનું સંક્રમણ જોવા મળ્યું છે. જામનગર બાદ હવે જૂનાગઢ જીલ્લાના કેશોદમાં એક સાથે ૧૧ વિધર્થિનીઓ કોરોના સંક્રમિત મળી આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢના કેશોદમાં ૧૧ વિદ્યાર્થિનીઓને એક સાથે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક જ શાળાની ૧૧ વિધાર્થીનીઓ સંક્રમિત મળી આવતા તંત્ર અને શાળાના સંચાલકો સહીત વળી ગાનમાં હડકંપ મચી ગયો છે.
કે.એ. વણપરિયા વિનય મંદિરમાં વિદ્યાર્થિનીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં ધો-૧૦ અને ૧૨ની એક સાથે ૧૧ બાળાઓ કોરોના સંક્રમિત જોવા મળી હતી. સ્કુલમાં પ્રવેશતાં ધોરણ ૧૦-૧૨ ની વિદ્યાર્થીનીઓના ટેસ્ટ કરાવ્યા હતા. એકજ સ્કુલ માં અભ્યાસ કરતી ૩ હોસ્ટેલમાં રહેતી અને ૮ શહેરની એમ મળી કુલ ૧૧ વિદ્યાર્થીનીઓમાં કોરોના પોઝીટીવ આવી છે. જેને લઈને અર્બન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી છે. શાળા ખુલ્યા બાદ આ બીજી ઘટના સામે આવી છે. અગાઉ જામનગરમાં જોડિયાની હુન્નર શાળાની વિદ્યાર્થિનીને કોરોના પોઝીટીવ આવી છે. ધોરણ ૧૨ માં અભ્યાસરત વિધાર્થીની કોરોના સંક્રમિત નજર આવી હતી.
એક બાજુ આજે સરકારે ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે પ્રેક્ટીકલ પરિક્ષાનિ જાહેરાત કરી છે. શું હજુ પણ સરકાર પોતાના શાળા ખોલવામાં નિર્ણય ઉપર અડગ રહેશે કે પછી હજુ વધુ વિધાર્થીઓના કોરોનાગ્રસ્ત બનવાની રાહ જોશે..? આ વાત નો જવાબ તો આવનાર સમય જ લેશે. પરંતુ શકું છે કે હવે વાલીઓ પોતાના વ્હાલસોયાને શાળાએ મોકલતા પહેલા જરૂર એકવાર વિચારતા થઇ જશે.

Related posts

૧૦૮ એમ્બ્યુલન્સે ૧ કરોડની જિંદગી બચાવી, ૩૫ લાખ મહિલાઓની પ્રસુતિ કરાવી…

Charotar Sandesh

૨૯ ડિસેમ્બરે એક સાથે ચાર પરીક્ષાઓ, ત્રણ પરીક્ષાની તક ઉમેદવારોએ ગુમાવવી પડશે…

Charotar Sandesh

ગુજરાતમાં તા. ૧૩ અને ૧૪ તારિખે ભારે વરસાદની આગાહીને લઈ આ શહેરોમાં રેડ એલર્ટ જાહેર

Charotar Sandesh