Charotar Sandesh
ગુજરાત

સ્થાનિક સ્વરાજ ચૂંટણી : ભાજપ ૪ તારીખે જાહેર કરશે મનપાનાં ઉમેદવારોની યાદી…

ગાંધીનગર : મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે તેની તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી છે. ૧ થી ૩ ફેબ્રુઆરી ના રોજ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે. જેમાં ૬ મહાનગર પાલિકાના ઉમેદવારોની યાદી પર ચર્ચા કરાશે. પહેલી ફેબ્રુઆરીથી ગાંધીનગરમાં મુખ્યમંત્રી બંગલો ખાતે મળનારી આ બેઠકમાં ૬ મનપાના ઉમેદવારોની મોકલાયેલી પેનલ પર ચર્ચા કરી આખરી યાદી તૈયાર કરાશે. પ્રદેશ ભાજપના ઉપક્રમે રાજ્યભરમાં છ મહાનગર પાલિકાના વિસ્તાર તેમજ પંચાયત અને નગરપાલિકાના વિસ્તારમાં ત્રણ ત્રણ નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવી હતી.
કાર્યકર્તાઓ પાસેથી નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ પ્રત્યેક વોર્ડ દીઠ ૧૬ નામોની યાદી તૈયાર કરી છે. પ્રત્યેક વોર્ડ દીઠ પેનલ બનાવવામાં આવી છે, જેની યાદી સુપરત કરી દેવામાં આવી છે. આ યાદીની ચર્ચા માટે જે તે શહેર, પંચાયત, નગરપાલિકા વિસ્તારના સાંસદ,ધારાસભ્ય, પ્રમુખ અને મહામંત્રી સહિતનાને હાઇકમાન્ડે તેડું મોકલ્યું છે.
તમામ સાથે ચર્ચા વિચારણાના અંતે ૧૬ નામોની યાદી તૈયાર કરી મોકલી આપવામાં આવી છે, જેના પર પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ચોથી ફેબ્રુઆરીએ ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. દરરોજ બે મહાનગરપાલિકાને બોર્ડ સાંભળશે અને ચોથી ફેબ્રુઆરીએ ભાજપના મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરાશે.

Related posts

વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંતસિંહા આ તારીખે ગુજરાત આવશે : કોંગ્રેસના ધારાસભ્ય સાથે બેઠક કરશે

Charotar Sandesh

વિજય નેહરાની બદલીને લઇને રાજકારણ ગરમાયું, કોંગ્રેસે ગણાવી મુર્ખામી…

Charotar Sandesh

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા, ૭મા પગાર પંચનો લાભ મળશે

Charotar Sandesh