Charotar Sandesh
ગુજરાત

રાજ્ય સરકારનો મોટો નિર્ણય : જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા, ૭મા પગાર પંચનો લાભ મળશે

સરકાર કર્મચારીઓ

ગાંધીનગર : સરકારી કર્મચારીઓના આંદોલનો-રેલીઓ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં કુટુંબ પેન્શન યોજના સ્વીકારી લીધી કરી છે અને જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા કરી દીધી છે. જેમાં તમામને ૭મા પગાર પંચનો લાભ મળી રહેશે.

આ સાથે મૃતક કર્મચારીઓના પરિવારને મળતી સહાય ૮ લાખથી વધારીને ૧૪ લાખ કરાઈ છે

આગામી વિધાનસભાની ચુંટણી પહેલા રાજ્ય સરકારે આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓની કેટલીક માંગો સ્વીકારી લીધી છે.
આ બાબતે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવેલ કે જૂની પેન્શન યોજનાનો આંશિક અમલ સરકાર કરશે અને ૭મા પગાર પંચના બાકી ભથ્થુ પણ ચુકવીશું.

રાજ્ય સરકારે કુટુંબ પેન્શન યોજનાનો સ્વીકાર કરી લીધો છે, આ યોજના ૧-૪-૨૦૦૫માં નોકરીએ લાગ્યા છે તે કર્મચારીઓ માટે છે, વર્ષ ૨૦૦૫ પહેલા ભરતી થયેલાને જૂની પેન્શન અને ભારત સરકારનો વર્ષ ૨૦૦૯નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકારી લીધો છે.

Other News : અજય દેવગણે આ શહેરમાં શરૂ કરાવ્યું નવું NY મલ્ટિપ્લેક્સ, હવે આણંદ-સુરત સહિતના શહેરમાં ખુલશે, જુઓ તસ્વીરો

Related posts

રાજ્ય ડેન્ગ્યુનાં ભરડામાં… ૧૨નાં મોત, અનેક તબીબો પણ સપડાયા, દર્દીઓ માટે બેડ ખૂટ્યા…

Charotar Sandesh

લોકડાઉનથી અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીની આવક ઘટી, લીંબુ-આદુ મોંઘા થયા…

Charotar Sandesh

સુરતના એક વેપારીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકણા કરવા જતાં ૨૭ લાખ ગુમાવ્યા, જાણો વિગત

Charotar Sandesh