Charotar Sandesh
ગુજરાત

મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, માપદંડને લઈને થયો વિવાદ…

વડોદરા : ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ણે લાને રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની ૬ મહાનગર પાલિકા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. આજ રોજ તારીખ ૮ ફેબ્રુઆરીના રોજ ફોર્મ ચકાસણીનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિવિધ મહાનગરપાલિકાના ઉમેદવારોનાં ફોર્મની ચકાસણી શરુ થઇ ચુકી છે. વડોદરા ખાતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. વોર્ડ ૧૫ નાં અપક્ષ ઉમેદવાર દીપક શ્રીવાસ્તવના ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ચૂંટણીમાં ૩ સંતાનોનાં માપદંડને લઇને વિવાદ થયો છે. ઉમેદવાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ્દ થઇ શકે છે.
નોધનીય છે કે, વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના દીકરા દિપક શ્રીવાસ્તવ માટે ભાજપમાંથી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ માંગી હતી. જોકે ભાજપે ટીકીટ નહિ આપતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ થોડા નારાજ દેખાયા હતા. અને જણાવ્યું હતું કે તેમનો પુત્ર દિપક શ્રીવાસ્તવ અત્યાર સુધી બહુમતિથી જીતતો આવ્યો છે. ત્યારે નવા નિયમના કારણે ટિકિટ નથી મળી. અને ત્યાર બાદ અપક્ષ ઉમેદવારી નોધાવી હતી.

Related posts

ડુંગળીનો રિટેલમાં ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.૧૦૦-૧૨૫ પહોંચે તેવી શક્યતા…

Charotar Sandesh

કોરોના સંકટ વચ્ચે આવતીકાલે ગણેશ ચતુર્થી : લોકો પોતાના ઘરમાં જ ઊજવશે…

Charotar Sandesh

કોરોનાની લડાઈમાં અમે સાથે છીએ, મારી બંને કોલેજો હું દર્દીઓ માટે આપુ છું : શંકરસિંહ વાઘેલા

Charotar Sandesh