ભારતીય સંસ્કૃતિ શિવાજી મહારાજ જેવા વીરલાઓ થકી જ જીવંત છે – શ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ)
આણંદ : આણંદ પીપલ્સ મેડીકેર સોસાયટી સંચાલિત શ્રી પી. એમ. પટેલ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજી (BCA) માં શિવાજી મહારાજ જયંતિની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમની શરુઆત સરસ્વતી વંદના તથા દિપ પ્રાગટ્ય થી કરવામાં આવી. પ્રાસંગિક ઉદ્બોધનમાં સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) એ જણાવ્યું કે, શિવાજી મહારાજ જેવા વીરલા થકી જ ભારતીય સંસ્કૃતિનો આજે પણ વિશ્ર્વમાં ડંકો છે. તેઓએ શિવાજી મહારાજના જીવનચરિત્ર, શૌર્યગાથા અંગેના પ્રસંગોને આવરી લીધા હતા. સંસ્થાના ટી.વાય. બી.સી.એ. વિભાગના પ્રિતી ટેકવાની તથા એસ.વાય. બી.એસ.સી.ના વિદ્યાર્થી મેહુલ ગોસાઇ દ્વારા વિવિધ પ્રસંગોને આકર્ષક રીતે મંતવ્યના રૂપે રજુ કરવામાં આવ્યા હતા.
વધુમાં, વિદ્યાર્થીઓને શિવાજી મહારાજનો પરિચય થાય એ હેતુથી “શિવાજી મહારાજ જીવનગાથા” દ્રશ્ય સ્વરુપે રજુ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રાધ્યાપક શ્રી શનિ પટેલ દ્વારા શિવાજી મહારાજના જીવન અંગેના, શૌર્ય અંગેના વિવિધ પ્રસંગોને રજુ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન પ્રા. ડો. જાગૃતિ જાદવ દ્વારા અન્ય અધ્યાપમિત્રોના સહકારથી કરવામાં આવ્યું હતું. અંતમાં કા.આચાર્યા. અમીષા દેસાઇ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) સાહેબ, સી.ઇ.ઓ. શ્રી ડૉ. પાર્થ બી. પટેલ, રજીસ્ટ્રાર ડૉ. ઇશિતાબેન પી. પટેલ, એડમીન વિભાગના યુગમાબેન પટેલ, કોલેજના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓની હાજર રહ્યા હતા.