આણંદ : જેસીઆઈ ઈન્ડિયા દ્વારા નવરચિત સિનિયર મેમ્બર્સ એસોસિએશનના ઝોન-૮નો શપથવિધિ સમારોહમાં„ હરીધામ સોખડાના સંત શ્રી ગુરુપ્રસાદ સ્વામીના સાનિધ્યમાં યોજાયો. ઝોન-૮ સિનિયર મેમ્બર્સ એસોસિએશનનાં સ્થાપક પ્રમુખ તરીકે આણંદનાં જેસી નિમેશ સુથાર સપથ લીધા અને તેમણે “ચાલ જીવી લઈએ” નાં સુત્રને સાર્થક કરે તેવા કાર્યક્રમો કરવાની કટીબધ્ધતા વ્યક્ત કરી. ચેરમેન અને ઈમીડ્યેટ પાસ્ટ પ્રેસિડેન્ટ જેસી દિવ્યાંગ નતાલિએ સભા શરૂ કરવાનો આદેશ આપ્યો ઝોન પ્રેસિડેન્ટ જેસી દર્શન મરજાદીના કરમળોથી સમારોહ ઉદઘાટિત જાહેર થયો. જેસીઆઈ ઈન્ડિયામાંથી પધારેલ ઈમીડ્યેટ પાસ્ટ નેસનલ પ્રેસિડેન્ટ અને જેસીઆઈ ઈન્ડિયા સિનિયર મેમ્બર્સ એસોસિએશનનાં એડવાઈઝર જેસી અનીશ મેથ્યુએ પ્રમુખશ્રીને શપથ લેવડાવ્યા ઉપસ્થિત તમામ પાસ્ટ ઝોન પ્રેસિડેન્ટસે જેસી નિમેશ સુથારને કોલર અને ગ્રેવલ અર્પણ કરવાની વિધિ સંપન્ન કરી.
પ્રમુખ જેસી નિમેશ સુથારે તેમના ગવેર્નિંગ બોર્ડનાં સદસ્યો ને શપથ લેવડાવ્યા આણંદનાં જેસીઆઈ અને જેસીઆઈ ઈન્ડિયાનાં મોભી સ્વ. ભરત શાહને શ્રદ્ધાસુમન અર્પિ, કલ્પના ભરત શાહના વરદ હસ્તે સિનિયર મેમ્બર્સ એસોસિએશન ઝોન-૮ની પીન લોન્ચ કરવામાં આવી. સમાહરોમાં સમગ્ર ગુજરાતમાંથી પધારેલ મેમ્બર્સની હાજરીમાં નવ નિયુક્ત પ્રમુખશ્રી જેસી નિમેશ સુથારની જીવન ઝરમર પ્રસ્તુત કરવામાં આવી. જેસી આસ્થાનું તેજસ્વી સોની અને પ્રાર્થનાનું કિરણ મિસ્ત્રિએ સફળતાથી કાર્ય સંપન્ન કર્યું. સિનિયર મેમ્બર્સ એસોસિએશન જેસીઆઈ ઇન્ડિયાના ચેરમેન જસી સંજય માંકડે પરોક્ષ રીતે આશીર્વાદ પાઠવ્યા છે.
જેસીસ ઓફ આણંદ ના કન્વીનર, પાસ્ટ ઝોન પ્રેસિડેન્ટ જેસી ઉપેન્દ્ર શાહ ખાસ ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમને સફળતા અપાવવા કોડીનેટર જેસી ધવલ શાહ તેમજ તેમની ટીમના રિશી શાહ, દક્ષ શાહ, હરેશ દરજી, જયરાજ પટેલ તથા સુરેશ મિસ્ત્રીએ જહેમત ઉઠાવી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જેસી ભાવેશ ઠક્કરે કર્યું.
- Ketul Patel
Other News : જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓ સામેની અથડામણમાં ચરોતરના જવાને શહાદત વહોરી : ગામમાં શોકનો માહોલ