Charotar Sandesh
ઈન્ડિયા

સેનાને શોપિયામાં મોટી સફળતા મળીઃ હિઝબુલના ૭ આતંકીની ધરપકડ…

શોપિયાં : જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. શનિવારે શોપિયાંમાં હિઝબુલ મુજાહિદ્દીનના સાત આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી શસ્ત્રો પણ મળી આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે પણ તેની પુષ્ટિ કરી છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે, ‘શોપિયાંની પોલીસે નાકા પર ચેકીંગ કરતી વખતે સાત ઓન ગ્રાઉન્ડ કામદારોની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન બધાએ હિઝબુલ મુજાહિદ્દીન સંગઠન સાથે સંબંધ હોવાનું કબૂલ્યું હતું. તપાસ દરમિયાન તેમની પાસેથી હેન્ડ ગ્રેનેડ, એકે ૪૭ની મેગેઝિન અને ગોળીઓ મળી આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સાત આતંકીઓ વિરુદ્ધ શોપિયાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે. જે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓ મીમેંદર, ડાચીપોરા, વેહિલ વિસ્તારના રહેવાસી છે.

Related posts

એકાએક યુ-ટર્ન : કોરોના રસી લેવા બાબા રામદેવ તૈયાર : ડોક્ટરોને દેવદૂત ગણાવ્યા…

Charotar Sandesh

દેશમાં કોરોનાનો હાહાકાર : ૨૪ કલાકમાં ૧૨૦૦ નવા કેસ નોંધાતા ખળભળાટ…

Charotar Sandesh

ગૌત્તમ અદાણી ફરી એશિયાના ૨ નંબરે અને વિશ્વના ૧૪માં સૌથી ધનવાન

Charotar Sandesh