Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

દાંડી યાત્રા : આણંદ ડી.એન.હાઇસ્‍કૂલ ખાતેથી નાપા-તળપદ ગામ જવા દાંડી યાત્રિકોએ પ્રસ્‍થાન કર્યું…

દાંડી યાત્રાનો આજે સાતમો દિવસ : શહેરીજનો-ગ્રામજનો દેશભિકતના રંગે રંગાયા…

આણંદ : આઝાદીનો અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા પૂ. મહાત્‍મા ગાંધીજીની મૂળ દાંડીયાત્રા ૧૯૩૦ના માર્ચના તા.૧૬મીના રોજ ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે યાત્રિકો સાથે રાત્રિ રોકાણ કરીને જેમ તા.૧૭મીના રોજ આણંદ ખાતેની ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે વિશ્રામ કર્યો હતો તેમ દાંડી યાત્રિકોએ વિશ્રામ કર્યો હતો તેમ વિશ્રામ કરીને આજે તા.૧૮મીના રોજ યાત્રાના સાતમા દિવસે વહેલી સવારે ખુશનુમાભર્યા વાતાવરણમાં ડી.એન.હાઇસ્‍કૂલ ખાતેથી યાત્રાના આગલા પડાવ નાપા-તળપદ ગામ તરફ જવા વૈષ્‍ણવ જન.. અને રઘુપતિ રાઘવના ભજનથી પ્રસ્‍થાન કર્યું હતું.

વહેલી સવારે ડી.એન.હાઇસ્‍કૂલ ખાતેથી દાંડી યાત્રિકોએ પ્રસ્‍થાન કર્યું ત્‍યારે દાંડી યાત્રિકો સાથે અધિક કલેકટર અને જિલ્‍લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણિયા, પ્રાંત અધિકારી શ્રીમતી જે. સી. દલાલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ સહિત અગ્રણીઓ અને  સ્‍વામી વિવેકાનંદ યુવા મંડળના ૧૬૦ જેટલાં યુવાનો દાંડી યાત્રિકો સાથે જોડાયા હતા.

ડી.એન.હાઇસ્‍કૂલ ખાતેથી શરૂ થયેલ દાંડી યાત્રા તેના નિર્ધારીત માર્ગ પર જેમ જેમ આગળ વધી રહી હતી તેમ માર્ગમાં માર્ગની બંને બાજુએ નગરજનો-ગ્રામજનો દ્વારા તેઓનું પુષ્‍પવર્ષાથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

દાંડી યાત્રા દરમિયાન મહાત્‍મા ગાંધી અમર રહો, ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નાદથી શહેરીજનો-ગ્રામજનો દેશભકિતના રંગે રંગાયા હતા.

દાંડી યાત્રા જીટોડિયા અને ખાંધલી ખાતે આવી પહોંચતા ગામની બાલિકાઓ દ્વારા કળશ અને સરપંચશ્રી અને ગ્રામજનો દ્વારા તેમજ ખાંધલી ગામે પણ બાલિકાઓ અને મહિલાઓ પુષ્‍પવર્ષાથી માર્ગની બંને બાજુ ઉભા રહીને  ભાવભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

દાંડી યાત્રા જેમ જેમ આગળ તેના નિર્ધારીત માર્ગ ઉપર આગળ વધી રહી હતી ત્‍યારે બોરસદ ચોકડી પાસેના પેટ્રોલ પંપના કર્મચારીઓ, નાવલી અંધારિયા ચોકડી ખાતે યુવાનો-મહિલાઓ અને વડીલોઓ ફૂલોની વર્ષા કરી યાત્રિકોનું અભિવાદન કર્યું હતું. દાંડી યાત્રા નિજાનંદ રીસોર્ટ પાસેથી પસાર થતાં શ્રી હિતેન્‍દ્ર પટેલ અને ભરત પટેલની ટીમે દાંડી યાત્રિકોને અલ્‍પાહાર કરાવ્‍યો હતો અને તેઓ માટે વિશ્રામની વ્‍યવસ્‍થા કરી હતી.

જીટોડિયા અને ખાંધલી ગામે દાંડી યાત્રિકોના સ્‍વાગત દરમિયાન ભારતની આન-બાન-શાન સમાન ત્રિરંગાથી યાત્રિકોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જયારે ખાંધલી ગામે પૂ. મહાત્‍મા ગાંધીજીની તસવીરને યાત્રિકોએ પુષ્‍પાંજલિ અર્પી ભાવસભર શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા. ખાંધલી ગામે જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમારના નેતૃત્‍વમાં સમગ્ર ગામ સ્‍વાગત માટે ઉમટી પડયું હતું. મોટી સંખ્‍યામાં ગ્રામજનો અને પદાધિકારી સર્વશ્રી નીરવ અમીન, વિજય વલેટા, અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ અને કાર્યકરોએ યાત્રિકો સાથે જોડાઇને પદયાત્રા કરી હતી. ખાંધલી ગામના આગેવાનો સર્વ શ્રી સુભાષભાઇ બારોટ, અરમાનભાઇ ઠાકોર, પિયુષ પટેલ, હરિભાઇ ઠાકોર, રમણભાઇ રોહિત, સાજીદખાન, છત્રસિંહ રાણા, ઇરફાન મિયા કાજી, ભરત પટેલ, ઇમરાનખાન સહિત ગામના મુસ્‍લિમ પરિવારો સહિત સમગ્ર ગ્રામ ઉમટી પડતાં કોમી એકતાના દર્શન થવા પામ્‍યા હતા. અને સમગ્ર ગામ દેશભકિતના રંગે રંગાઇ ગયું હતું.

દાંડી યાત્રિકોને માર્ગમાં ઠેરઠેર ઠંડા પાણી અને છાસનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

દાંડી યાત્રામાં દાંડી યાત્રિકો સાથે દાંડી યાત્રા કરી રહેલ મુંબઇની સીમા વર્માએ આણંદ જિલ્‍લાની દાંડી યાત્રા દરમિયાન જિલ્‍લાના વિકસીત ગામો અને ગામ લોકોનો આવકાર, આગતા-સ્‍વાગત અને વ્‍યવસ્‍થા જોઇને પ્રભાવિત થઇ હતી અને જણાવ્‍યું હતું કે, ગામ લોકોનો આ આવકાર અમને ગમ્‍યો છે જે અમારા ઉત્‍સાહમાં વધારો કરે છે.

દાંડી યાત્રા તેના નિર્ધારીત કાર્યક્રમ અનુસાર બપોરના વિશ્રામ સ્‍થળ એવા નાપા-તળપદ ગામે આવી પહોંચતા દાંડી યાત્રિકોનું નાપા-તળપદ ગામના સરપંચશ્રી સહિત ગ્રામજનો દ્વારા પુષ્‍પવર્ષા કરવાની સાથે સૂતરની આંટી પહેરાવી અને  ઢોલ-નગારાના તાલ સાથે ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અને દાંડી યાત્રિકો સાથે જોડાઇને જયાં દાંડી યાત્રિકોના વિશ્રામ માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી ત્‍યાં સુધી દાંડી યાત્રિકો સાથે જોડાયા હતા.

દાંડી યાત્રિકો વિશ્રામ બાદ બપોરના ૪-૦૦ કલાકે નાપા-તળપદથી બોરસદ જવા પ્રયાણ કરશે જયાં બોરસદ ખાતે સૂર્યમંદિર ખાતે રાત્રિ રોકાણ કરશે.

Related posts

’ક્યાર’ની અસર વચ્ચે નવી સિસ્ટમ સક્રિય, ૩ નવેમ્બર સુધી વરસાદની આગાહી…

Charotar Sandesh

Breaking : આણંદ-નડિયાદ સહિત ૨૦ શહેરોમાં રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરાઈ…

Charotar Sandesh

વડોદરામાં જગન્નાથજીની ૩૮મી રથયાત્રા નીકળશે, ૨૭ હજાર કિલો શીરો-૪૦૦ મણ કેળાનું વિતરણ

Charotar Sandesh