આ વેક્સિનેશન કેમ્પ દરમ્યાન ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત મેયર કેયુરભાઈ રોકડિયા તેમજ ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ ઉપસ્થિત રહ્યા હતા…
વડોદરા : શહેર સહિત જિલ્લાના અનેક ગામોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ૪૫ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન-રસી આપવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
દરમ્યાન આજરોજ રવિવારે વડોદરા મહાનગરપાલીકા વોડઁ નં. ૧૨ના ચારેય કાઉન્સિલરો મનીષભાઈ પગાર, ટ્વિન્કલબેન ત્રિવેદી, રીટાબેન સિંઘ અને સ્મિત આરદેશ તેમજ સંગઠનની ટીમ દ્વારા ડભોઈ વિધાનસભા બેઠકના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા)ની ઉપસ્થિતિમાં બિલ-કલાલી રોડ ઉપર આવેલ શ્રીનાથ ડુપ્લેકસ (કલબ હાઉસ) ખાતે સવારે ૧૦ થી બપોરના ૪ કલાક સુધી કોવીડ રસીકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સંગઠનના પદાધીકારીઓ સહિત તમામ કાર્યકર મિત્રો તેમજ ૪૫ વર્ષની ઉપરના લોકોએ કોરોનાથી રક્ષણ મેળવવા વેક્સિન-રસીનો બીજો ડોઝ લીધો હતો.
આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા મેયર કેયુર રોકડિયા સહિત વડોદરા ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ સાથે જીગાભાઈ (જય રણછોડ) તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પના સ્પોન્સર દર્પનભાઈ પટેલ (રોયલ ક્રેસ્ટ બિલ્ડર) હતા, જ્યારે કેમ્પને સફળ બનાવનાર આયોજક તરીકે શિરીષ મહીડા, રથીશભાઈ, હાર્દિક પટેલ, નિશીતભાઈ, મહેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, રનજીત રાઠોડ, સ્વપ્નીલ રાજપૂત, જીગાભાઈ, ત્રીલોકભાઈ, જયેશ પટેલ સહિત રવિ જાધવ હતા.
- Ravi Patel, Vadodara