વડતાલ : આજના કપરાકાળમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોના સામેની લડાઈમાં રાત્રીદિવસ પુરુષાર્થ કરી રહી છે; જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આચાર્યશ્રી દેવવ્રતજીએ હોસ્પિટલોના સફાઈ કર્મીઓ અને એમ્બ્યુલસ ડાયવર વગેરેને ૧ લાખ રાસન કીટ આપવાનો સંકલ્પ કર્યો , જેમાં જીલ્લા લેવલથી આરોગ્ય સાખાઓનો સંપર્ક કરીને દરેક લાભાર્થી સુધી કીટો પહોંચાડવાની વ્યવસ્થા રાજભવનથી કરવામાં આવી રહી છે.
રાજભવનમાં રાજ્યપાલશ્રીના અધ્યક્ષ સ્થાને મા.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં “કોરોના સેવા યજ્ઞ”ની રપ હજાર કીટ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ૧૨ જેટલી વિવિધ સહયોગી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઊપસ્થિત રહ્યા હતા.
વડતાલ સંસ્થા સતત કોરોના દર્દીઓની સેવામાં સક્રિય રહી છે . મંદિર બંધ હોવા છતા રસોડું ચાલુ રાખ્યું છે અને મોટા પ્રમાણમાં ટિફિન સેવા કરી છે એટલું જ નહિ કોરોના દર્દીઓની પણ નિ:શુલ્ક સારવાર કરી છે. આમાં સેવાયજ્ઞ ચાલુ જ છે અને જ્યારે રાજ્યપાલ તરફથી સફાઈ કર્મીઓ માટે “કોરોના સેવા યજ્ઞ”ની વાત વિવિધ ધર્મના સંતો મહંતો સાથેના વેબિનારના માધ્યમે જાણી ત્યારે ત્યારે વડતાલ સંસ્થા તરફથી ૧૦,૦૦૦ કીલો ચોખા અર્પણ કરવામાં આવ્યા હતા. તેથી આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી અને મુખ્ય કોઠારીશ્રી ડો. સંત સ્વામીનું મા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું . અને પચાસથી વધુ ટ્રકો જે તે સ્થળે રવાના કરવામાં આવી; અત્યાર સુધીમાં રાજભવનથી પ્રચાસ હજાર રાશન કીટો આપવામાં આવી છે. એમ આ સેવા યજ્ઞના કર્ણધાર અમિતાભ શાહે જણાવ્યું હતું.