Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં નવી સિવીલ હોસ્પિટલ સહિત શહેરમાં નવા માર્ગોના કામો ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરે કર્યો અનુરોધ

આણંદ વિધાનસભા વિસ્તારના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ

આણંદ : વિધાનસભા વિસ્તારમાં પ્રગતિ હેઠળના વિકાસ કામોમાં ઝડપ આવે અને આ કામો સમયસર પૂર્ણ થાય તે માટે વિકાસ કામોની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટરશ્રી ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ વ્યાયામશાળા ખાતે સ્પોટર્સ સંકુલ બનાવવા, તુલસી ગરનાળાથી નેશનલ હાઇવે ૪૮ ને જોડતો નવો માર્ગ તૈયાર કરવા, આણંદ ખાતે નવી સિવિલ હોસ્પિટલનું બાંધકામ, આણંદ- વિદ્યાનગર અને કરમસદ વિસ્તારમાં નલ સે જલ યોજનાના કામો, જનતા ચોકડીથી ફોરલેન રોડ તથા ગણેશ ચોકડી પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવા, કરમસદ થી રાવડાપુરા બાયપાસ રસ્તો, બાકરોલ સ્ટ્રોંગ વોટર લાઈન, આત્મીય વિદ્યાધામ પાસે બાકરોલ એસટીપી પ્લાન, વઘાસી રેલવે ઓવર બ્રિજ, લાંભવેલ રાવડાપુરા રેલવે ઓવર બ્રિજ સહિતના વિકાસ કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં પ્રત્યેક વિભાગના અમલીકરણ અધિકારીઓને પરસ્પરના સંકલન સાથે વિકાસ કામો ઝડપથી સમયસર પૂર્ણ કરવા અનુરોધ કરતા કલેકટરશ્રીએ સબંધિત વિભાગના અધિકારીશ્રીઓને આગામી વર્ષ ૨૦૨૪-૨૫ માં મૂકવાના બજેટેડ કામો સત્વરે તૈયાર કરી જિલ્લા આયોજનમાં તાત્કાલિક મુકવા અંગેની સૂચના પણ આપી હતી.

આ બેઠકમાં આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી વિમલભાઈ બારોટ, જિલ્લા આયોજન અધિકારી શ્રી જે. સી. રાવલ, માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ અને પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી ઉપરાંત ચીફ ઓફિસરશ્રીઓ સહિતના સબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Other News : આણંદ ARTO કચેરી દ્વારા ૪૦૭ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

Related posts

આણંદ જિલ્લાના આઠ તાલુકામાં ૯૧૬૭૧ સિનિયર સિટીઝનોને કોરોનાની રસી અપાઇ…

Charotar Sandesh

ચરોતરના આણંદ-ખેડા જિલ્લામાં ખેડુતો રીંગણ અને ભટ્ટા રીંગણની ખેતી તરફ વળ્યા

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ૧૮૦ ગ્રામ પંચાયતોની ચુંટણી માટે મતદાન શરૂ : પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Charotar Sandesh