ગુરૂવારે પેટ્રોલમાં ૩૫ અને ડિઝલમાં ૧૬ પૈસાનો વધારો
મુંબઇમાં પેટ્રોલે તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા, ત્રણ મહિનામાં પેટ્રોલના પ્રતિ લિટરના ભાવમાં ૧૨ ટકા અને ડિઝલમાં ૧૧.૩ ટકાનો વધારો થયો
ન્યુ દિલ્હી : પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવ હવે સદીની નજીક આવી ગયા છે. આજે ફરી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટર ૩૫ પૈસાનો અને ડીઝલમાં ૧૫ પૈસાનો વધારો થયો છે. એક તરફ કોરોનો ડર છે તો બીજી તરફ મોંઘવારી પણ લોકોને ડરાવી રહી છે. દેશના ઘણાં ભાગોમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૧૦૦ને પાર નીકળી ગયા છે ત્યારે અમદાવાદમાં આંકડો ૧૦૦ની એકદમ નજીક પહોંચી ગયો છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર કર્યા પછી ૧૦૭ રૂપિયાને પણ પાર પહોંચી ગયા છે. સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાની અસર ઘર ચલાવવાના બજેટ પર પડી રહી છે.
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર ૯૮.૩ રૂપિયા પર પહોંચી ગયું છે એટલે કે હવે આંકડો ૧૦૦ પર પહોંચવામાં ૨ રૂપિયા કરતા પણ ઓછું અંતર છે. જ્યારે ડીઝલના ભાવ ૯૬.૭૬ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૫ એપ્રિલ ૨૦૨૧થી સતત વધારો નોંધાઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ મહિના દરમિયાન નોંધાયેલો ભાવ વધારો લગભગ એક સરખો જ છે.
અમદાવાદમાં ૧૫ એપ્રિલથી આજની તારીખ સુધીમાં એટલે કે ત્રણ મહિનામાં પેટ્રોલના પ્રતિ લીટરના ભાવમાં ૧૨% વધારો નોંધાયો છે. જ્યારે ડીઝલમાં આ વધારો ૧૧.૩% રહ્યો છે.
મુંબઈની વાત કરીએ તો અહીં પણ સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં હાલ મુંબઈમાં પેટ્રોલના પ્રતિ લીટર ભાવ ૧૦૭.૫૪ રૂપિયા થઈ ગયો છે, આજે નોંધાયેલા વધારા સાથે જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. શહેરમાં ડીઝલના પ્રતિ લીટરનો ભાવ ૯૭.૪૫ રૂપિયા સાથે ૧૦૦ની નજીક પહોંચી ગયો છે.
આ તરફ ભોપાલમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૧૦૯.૮૯ રૂપિયા અને ડીઝલ ૯૮.૬૭% થઈ ગયો છે.
Other News : કેરળમાં પુનઃ કોરોનાનો આતંક : શનિ-રવિ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું