અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા દિવસે દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને રાંધણગેસ મામલે આજે અમદાવાદમાં એઆઇએમઆઇએમના કાર્યકરો દ્વારા પોલીસ પરમિશન સાથે ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.
પ્રેમદરવાજા પાસે આજે સવારે એઆઇએમઆઇએમ પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરો, હોદ્દેદારો અને કાર્યકરો “હાય રે ભાજપ હાય હાય” મોદી સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
એઆઇએમઆઇએમ પાર્ટી દ્વારા આજે પ્રેમદરવાજા પાસે મોંઘવારી મુદ્દે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. જમાલપુરનાં કોર્પોરેટર બીનાબેન સોલંકી સહિતના કોર્પોરેટર, હોદ્દેદાર, કાર્યકર્તાઓએ બેનર અને પ્લેકાર્ડ સાથે ” હાય રે ભાજપ હાય હાય, પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરો, દૂધના ભાવ ઓછા કરો” જેવા નારા લગાવ્યા હતા. પોલીસની હાજરીમાં ભાજપ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે રોડ પર ઊતરી વિરોધ કરવામાં આવે તો પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવે છે અને વિરોધ કરતાં જ તેમની ધરપકડ કરી લેવાય છે, પરંતુ એઆઇએમઆઇએમ પાર્ટીને આવા પ્રદર્શન માટે પરમિશન આપતાં હવે વિવાદ ઊભો થયો છે.
Other News : દરિયાપુર મનપસંદ જુગાર મામલો : પીઆઇ, પીએસઆઇ સહિત ૧૫ પોલીસ જવાનો સસ્પેન્ડ