Charotar Sandesh
ઈન્ડિયા

૨૦૨૪ સુધી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત્‌ રહે તેવી શક્યતા

કોંગ્રેસ

યુવા ચહેરાઓને સંગઠનમાં પ્રમુખ પદો આપવા હિલચાલ

ન્યુ દિલ્હી : છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માંગ થઇ રહી છે પણ પાર્ટી આ ચૂંટણીને ટાળી રહી છે. ૨૦૨૪ લોકસભા ચૂંટણી સુધી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઇને કોઇ બદલાવ થતો નથી જોવા મળી રહ્યો. જોકે, પાર્ટીમાં બળવાખોર નેતાઓને સંગઠનમાં મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. સુત્રોની માનીએ તો ૨૦૨૪ લોકસભા ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા રહેશે. સાથે એવી પણ સંભાવના છે કે દેશની સૌથી જૂની પાર્ટી યુવા ચહેરાઓને સંગઠનમાં પ્રમુખ પદો પર નિયુક્ત કરી શકે છે.

આગામી લોકસભા ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ કોંગ્રેસના અધ્યક્ષ પદે રહેશે. રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં નિયુક્ત થવાની સંભાવના નથી. જોકે, ટોચના સ્તર પર નિર્ણય લેવાનું તે ચાલુ રાખશે. આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ પાર્ટી એક મોટા ફેરબદલની યોજના બનાવી રહી છે, જેમાં યુવા કોંગ્રેસ નેતાઓ અને ગાંધીના વફાદારોને પાર્ટી સંગઠનની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા મળી શકે છે.

સુત્રોની માનીએ તો પાર્ટીમાંથી ચાર કાર્યકારી અધ્યક્ષોની નિયુક્તીની આશા છે, જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મદદ કરશે. કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદ માટે ગુલામ નબી આઝાદ, સચિન પાયલોટ, કુમારી શૈલજા, મુકુલ વાસનિક અને રમેશ ચેન્નીથલા સૌથી આગળ ચાલી રહ્યા છે. અહી આ જાણવુ જરૂરી છે કે ગુલામ નબી આઝાદ તે જી-૨૩ સમૂહના નેતા છે જેને સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં બદલાવની માંગ કરી હતી, બીજી તરફ સચિન પાયલોટ એક સમયે પોતાનો બળવાખોર વલણ બતાવી ચુક્યા છે.

જોકે, કોંગ્રેસના નેતૃત્વ પરિવર્તનમાં પ્રિયંકા ગાંધીની શું ભૂમિકા હશે, તેના વિશે કોઇ જાણકારી નથી. સુત્રોની માનીએ તો પ્રિયંકા ગાંધી વાડ્રાની નવી ભૂમિકા વિશે કોઇ જાણકારી સામે આવી નથી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની કમાન સંભાળી રહી છે જ્યા આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે.

Other News : સીએએથી દેશની મુસ્લિમ વસ્તી પ્રભાવિત નહિ થાય : મોહન ભાગવત

Related posts

લોકોને રાહત : કોરોના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવા પર સુપ્રિમની રોક…

Charotar Sandesh

રામ મંદિરના કન્સ્ટ્રક્શનમાં લોખંડનો ઉપયોગ નહીં કરાય : દિલ્હીમાં ટ્રસ્ટની બેઠક યોજાઇ…

Charotar Sandesh

િહન્દુ યુવતીઓનું બળજબરીથી ધર્માંતરણ થયુ નથીઃ પાક. હાઈકોર્ટ

Charotar Sandesh