Charotar Sandesh
બોલિવૂડ

ટિસ્કા ચોપડાએ મીરાબાઈ ચાનૂને શુભેચ્છાઓ પાઠવવામાં ખોટી તસવીર સાથે ટ્‌વીટ કરી

ટિસ્કા ચોપડા

મુંબઈ : ટોક્યો ઓલિમ્પિક્સ ૨૦૨૦ માં મીરાબાઈ ચાનૂએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો. મીરાબાઈની આ જીત પર દેશભરમાં તેમને અભિનંદન આપવા માટે એક લહેર ચાલી રહી છે. જ્યાં દરેક તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે કેટલાક બોલિવૂડ સ્ટાર્સે પણ તેમની પોતાની શૈલીમાં અભિનંદન પાઠવ્યા હતા. તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચનથી લઈને આલિયા ભટ્ટ સુધી દરેકે પાઠવેલા અભિનંદનમાં ટિસ્કા ચોપડાએ મોટી ભૂલ કરી હતી.

ટિસ્કા ચોપડાને મીરાબાઈ ચાનૂને અભિનંદન પાઠવવા ભારે પડી ગયા હતા. અભિનેત્રીએ તેમને સો.મીડિયા પર અભિનંદન આપ્યા પરંતુ ખોટી તસવીર સાથે તેણે ટ્‌વીટ કરી હતી. પછી શું હતું, ખોટી તસ્વીર આવતા જ સોશિયલ મીડિયા યુઝર્સે ટિસ્કાને કાન પકડાવી દીધા હતા. ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં ટિસ્કા ચોપડાએ મીરાબાઈની ખોટી તસ્વીર શેર કરવા બદલ માફી પણ માંગી હતી.

ટિસ્કાએ સોશિયલ મીડિયામાં મીરાબાઈની તસ્વીરની જગ્યાએ ઇન્ડોનેશિયાની ખેલાડી આયશા વિંડીની તસ્વીર પોસ્ટ કરી દીધી હતી. જે બદલ તેને ભારે ટ્રોલ થવું પડ્યું હતું. આ તસ્વીર સાથે ટિસ્કાએ મીરાબાઈ ચાનૂને સિલ્વર મેડલ મેળવ્યા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેની ટ્‌વીટ બાદ સોશિયલ મીડિયાના કીબોર્ડ વોરિયર્સે ટિસ્કાની ઝાટકણી કાઢી હતી.

બાદમાં જ્યારે ટિસ્કાને ભૂલનો ખ્યાલ આવ્યો તેણે તરત માફી માંગી હતી. ટિસ્કાએ લખ્યું કે, ’માફી, ભૂલ થઇ ગઈ.’ ત્યારે એક યુઝરે કરેલા ટ્રોલનો જવાબ આપતા ટિસ્કાએ લખ્યું હતું કે, ’મને ગમ્યું કે તમને મજા આવી, પરંતુ આ એક ભૂલ હતી. માફી, જોકે આનો મતલબ એમ નથી કે મને ટોક્યો ઓલમ્પિકમાં મીરાબાઈની જીતની ખુશી નથી.’
આ બાદ મામલો થાળે પડ્યો હતો. ટિસ્કાએ માફી લખ્યા બાદ ટ્રોલરોએ પણ તેને ટ્રોલ કરવાનું બંધ કર્યું હતું. જો કે માફી માંગ્યાની ખેલદિલી બદલ ઘણા લોકો તેના સમર્થનમાં પણ આવ્યા હતા.

Other news : ટોક્યો ઓલિમ્પિક : ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા-અંકિતા રૈનાને પહેલા રાઉન્ડમાં મળી કારમી હાર

Related posts

‘ભૂલ ભૂલૈયા-૨’નો ફર્સ્ટ લૂક રિલીઝ…

Charotar Sandesh

‘સેક્રેડ ગેમ્સ ૨’ની એક્ટ્રેસ સુરવીન હવેથી સિરિયલમાં કામ નહીં કરે…

Charotar Sandesh

પોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, ૨૭ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયો

Charotar Sandesh