Charotar Sandesh
વર્લ્ડ

કોરોના વિરુદ્ધ લડાઇ માટે ગરીબ દેશોને ૬૫૦ અબજ ડોલર આપશે આઇએમએફ

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ

જિનિવા : ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કોરોના વાયરસ અ્‌ને મંદી સામે ઝઝૂમી રહેલા દુનિયાના ગરીબ દેશોને ૬૫૦ અબજ ડોલરની મદદ કરવા માટે લીલી ઝંડી આપી છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના કહેવા પ્રમાણે આ એક ઐતહાસિક નિર્ણય છે અને તેના કારણે અભૂતપૂર્વ સંકટ સામે ઝઝૂમી રહેલી દુનિયાની ઈકોનોમીને મદદ મળશે. ખાસ કરીને ગરીબ દેશોને કોરોનાની સામે લડવા માટે આ રકમ ઉપયોગી બનશે. ૨૩ ઓગસ્ટથી તેા પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યુ હતુ કે, દુનિયાના સૌથી ગરીબ દેશોને ૨૭૫ અબજ ડોલર આપવામાં આવશે. ધનિક દેશો સ્વેચ્છાએ ગરીબ દેશોને મદદ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભંડોળમાં વધારો કરવા માટે ટ્રમ્પ સરકારે ઈનકાર કરી દીધો હતો પણ અમેરિકામાં બાઈડન સરકારે તેનુ સમર્થન કર્યુ હતુ.

તાજેતરમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે પણ કહ્યુ હતુ કે, નાના વેપારીઓની સ્થિતિ સુધારવા માટે ભારત સરકારે તેને પેકેજ આપવાની જરૂર છે. બીજી તરફ ગરીબો માટે મફત ભોજન તેમજ સારવાર માટે ભારતના પ્રયાસોના તેમણે વખાણ કર્યા હતા.

Other News : કોરોનાના ડેલ્ટા વેરિયંટથી ફફડી ઉઠ્યું ચીન : લોકોને ઘરની બહાર ના નીકળવા ફરમાન

Related posts

આનંદો… અમેરિકાના ન્યૂજર્સીમાં વસતા H-1B વિઝાધારકો માટે સારા સમાચાર…

Charotar Sandesh

દુનિયાભરમાં કોરોનાના રોજ રેકોર્ડબ્રેક કેસ : ડબલ્યુએચઓની ગંભીર ચેતવણી…

Charotar Sandesh

ફ્રાન્સમાં કોરોનાની સેકન્ડ વેવ, સતત બીજા દિવસે ૧૩,૦૦૦થી વધુ નવા કેસ

Charotar Sandesh