Charotar Sandesh
ઈન્ડિયા

વડાપ્રધાન મોદીએ ભારતીય ઓલિમ્પિક ખેલાડીઓને ૧૫ ઓગસ્ટ માટે આમંત્રણ આપ્યું

ભારતીય ખેલાડીઓ

ન્યુ દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખા ભારતીય ઓલિમ્પિક દળને વિશેષ અતિથિના રૂપમાં લાલ કિલ્લા પર આમંત્રિત કરશે. ભારતીય ઓલિમ્પિક દળને પીએમ વિશેષ અતિથિ તરીકે નિમંત્રણ આપશે. પીએમ તે સમયની આસપાસ તે બધાને વ્યક્તિગત રૂપથી મળશે અને વાતચીત પણ કરશે.

ભારતનું ૨૨૮ સદસ્ય દળ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યું છે. જેમાં ૧૧૯ ખેલાડી સામેલ છે. ભારતીય ઓલિમ્પિક દળમાં પીવી સિંધૂ, મનુ ભાકર, એમસી મેરિકોમ, મીરાબાઇ ચાનૂ, વિનેશ ફોગાટ સામેલ છે.

આ પહેલા મોદીએ ઓલિમ્પિકમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓ માટે મહત્વનો સંદેશો આપ્યો હતો. પીએમે કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓને આવો જોશ અને ઝનૂન ત્યારે આવે છે જ્યારે યોગ્ય ટેલેન્ટને પ્રોત્સાહન મળે છે. તેમણે કહ્યું કે આપણા ખેલાડી દરેક રમતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઓલિમ્પિકમાં નવા ભારતનો બુલંદ આત્મવિશ્વાસ દરેક રમતમાં જોવા મળી રહ્યો છે. આપણા ખેલાડી પોતાનાથી શાનદાર ખેલાડીઓ અને ટીમોને પડકાર પડકાર આપી રહ્યા છે.

Other News : CBSE ધો. ૧૦નું પરિણામ જાહેર, ૯૯.૦૪ ટકા વિદ્યાર્થીઓ થયા પાસ

Related posts

INX મીડિયા કેસ : સુપ્રિમ કોર્ટે પી.ચિદમ્બરમને જામીન આપ્યા…

Charotar Sandesh

કેનેડાએ ભારત-પાકથી આવતી તમામ ફ્લાઇટ્‌સ પર ૩૦ દિવસ માટે મૂક્યો પ્રતિબંધ…

Charotar Sandesh

મોંઘવારીએ માઝા મૂકી : જથ્થાબંધ મોંઘવારી દર ૯ મહિનાની ટૉચે…

Charotar Sandesh