આ બાબતે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટિ્વટ કરીને આ માહિતી આપી
હાલમાં કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક-વી પહેલેથી જ ભારતમાં અપાઈ રહી છે
ન્યુ દિલ્હી : હવે ભારત સરકારે જોનસન એન્ડ જોનસન (Johnson and Johnsons) ની સિંગલ ડોઝ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.
આ બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે, હવે ભારત પાસે પાંચ કોરોના વેક્સીન મોજૂદ છે અને કોરોના સામેની લડાઈને તેના કારણે વેગ મળશે.આ પહેલા જોનસન એન્ડ જોનસ (Johnson and Johnsons) ને જણાવ્યુ હતુ કે, ભારતમાં કોરોના વેક્સીનના ઉપયોગ માટે અમે મંજૂરી માંગી છે અને ભારતમાં સિંગલ ડોઝ વાળી વેક્સીન લાવવા માટે અમે પ્રતિબધ્ધ છે. જોનસન એન્ડ જોનસન (Johnson and Johnsons) કંપનીના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, પાંચ ઓગસ્ટે કંપનીએ ભારત સરકાર સમક્ષ વેક્સીન ઉપયોગ માટે મંજૂરી માંગતી અરજી કરી છે.
વધુમાં, ગયા સપ્તાહે જ અમેરિકાની કંપની જોન્સન એન્ડ જોન્સને ભારતમાં કોરોનાની વેક્સિનના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માંગી હતી. જોકે ભારતમાં વેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે ક્લિનિક્લ ટ્રાયલ જરૂરી નથી.
મળતી માહિતી અનુસાર, આ જોન્સન એન્ડ જોન્સન (Johnson and Johnsons) તરફથી DGCIને આપવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ૬૦૦ લોકો પર ટ્રાયલ કરવા માંગે છે. બે ગ્રૂપમાં ટ્રાયલની અરજી આપવામાં આવી છે. એક ગ્રુપમાં ૧૮થી ૬૦ વર્ષના લોકોને રાખવામાં આવશે. બીજા ગ્રુપમાં ૬૦થી વધારે ઉંમરના લોકોને રાખવામાં આવશે.
Other News : Internet-User : ભારતમાં ઈન્ટરનેટ વાપરનારા લોકોની સંખ્યા ૮૨ કરોડ પર પહોંચી