Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં વ્યાજખોરીનો ધખતો ધંધો : અમરેલીના લાઠીમાં પોલીસના હાથે ૪ મોટા માથા ઝપટે ચઢ્યા

ગુજરાતમાં વ્યાજખોરી

અમરેલી : લાઠીમાં વ્યાજનું કરોડોનું વિષચક્ર- લાઠીમાં આ અગાઉ પણ વ્યાજખોરી અંગે પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ છે. લાઠી બસ સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં અમુક લોકો આ રીતે વ્યાજખોરીનું નેટવર્ક ચલાવે છે જેમાં ડાયરી રાખવામાં આવે છે અને તેમાં રોજે રોજ મોટી રકમનું વ્યાજ ચૂકવવાનું હોય છે અને તે ન ચૂકવે તો વ્યાજનું પણ વ્યાજ લગાડવામાં આવે છે.

પોલીસ મથકે જાહેર થયેલા શખસો પાશેરમાં પૂણી સમાન જ છે અને હજુ અનેક મોટા માથાઓના નામ ખૂલે તેવી શક્યતા છે

લાઠીમાં ટ્રાવેલ્સ અને કોલ્ડ્રીંક્સની આડમાં વ્યાજખોરીનો ધીકતો ધંધો. લાઠીના મુખ્ય વિસ્તારમાં આવેલી અમુક ટ્રાવેલ્સ અને કોલ્ડ્રીંક્સની દુકાનોમાં વ્યાજખોરીનો ધંધો કરવામાં આવે છે. ગમે તેને નાની રકમ પણ આપવામાં આવે છે અને તેના વ્યાજ પેટે રોજે રોજ અમુક રકમ ચુકવવાની હોય છે તેમાં અનેક ગણી કમાણી છે. નાના અને ગરીબ માણસો આ વિષચક્રમા ફસાય છે. અમરેલી લાઠીમાં પોલીસ દ્વારા વ્યાજખોરીનું મોટું રેકેટ પકડી પડાયું છે અને કુલ ૪ શખસો સામે અલગ અલગ ફરિયાદો દાખલ થઈ છે. રુ. પ૦ હજારના રોજના રુ. ૧ હજાર સુધીનું આકરું વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું. આ રીતે આ આરોપીઓ દ્વારા અનેક લોકોને પૈસા ધીરીને મોટી રકમ બળજબરીથી પડાવી હોવાની શક્યતા છે.

લાઠીમાં રહેતા યોગેશભાઈ ઝાપડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેણે પણ લાલીભાઈ ચાડ પાસેથી રુ. પ૦ હજાર લીધા હતા અને તેનું અધધ રોજના રુ. ૧ હજાર વ્યાજ ચૂકવવાનું હતું. રુ. ૧૭ હજાર ચૂકવી દેવા છતા મૂળગી રકમ બાકી હતી. આ રીતે જનક ચાડ પાસેથી રુ. ર૦ હજાર લીધા હતા તેનું રોજના રુ. ૪૦૦ વ્યાજ ચૂકવવાનું હતું. સજાદભાઈ પાસેથી રુ. ૪૦ હજાર લીધા હતા જેમાં સોનાની બુટી ગીરવે મૂકી હોવા છતા રુ. પ૦ હજારની પઠાણી ઉઘરાણી કરાતી હતી.

Other News : ગુજરાતમાં કોરોનાના કહેર બાદ હવે વાઈરલ ઈન્ફેક્શનનું પ્રમાણ વધ્યું

Related posts

સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮ કલાક સુધી દર્દીઓને OPD દ્વારા સારવાર અપાશે

Charotar Sandesh

પાટીદાર બાદ કોળી-ઠાકોર સમાજ મુખ્યમંત્રીની માંગ સાથે મેદાનમાં…

Charotar Sandesh

રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં, ડિસેમ્બરમાં જ શાળા ખોલવા સરકાર મક્કમ…

Charotar Sandesh