Charotar Sandesh
ગુજરાત

આજે ૧.૩૦ કલાકે મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ : ૩ કલાક પહેલા આ ધારાસભ્યોને આવ્યો ફોન

નવા મંત્રીમંડળની શપથવિધિ

ગાંધીનગરમાં બપોરે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાનારી છે. અત્યાર સુધી ભાજપે નવા મંત્રીમંડળના નામ પર ગુપ્તતા જાળવી હતી. ત્યારે હવે ધીરે ધીરે બંધ કવરમાંથી આ નામ ખૂલવા લાગ્યા છે.

જે મંત્રીઓને મંત્રી પદ મળ્યુ છે, અને તેઓ આજે બપોરે શપથ લેશે તેઓને ગાંધીનગરથી ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે

આજે ગાંધીનગરમાં 14 થી 16 રાજ્યકક્ષાના મંત્રીઓ શપથ લેશે. શપથગ્રહણ પહેલા ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે તેના ફોન કરવામાં આવી રહ્યા છે. જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનિષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડીંડોરને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે.

  • કોને કોને ફોન આવ્યા
    ભરૂચના દુષ્યંત પટેલ, વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ, ભાવનગર પશ્વિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, કેશોદના ધારાસભ્ય દેવા માલમ, સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંધવી, વીસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, રાજકોટના અરવિદ રૈયાણી, પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, અમદાવાદના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ, અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર, મોરવા હડફના ધારાસભ્ય નિષીષાબેન સુથાર, ધારાસભ્ય જીતુ ચૌધરી, કાંકરેજના ધારાસભ્ય કીર્તિસંહ વાઘેલા, મહેમદાવાદ બેઠકના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ભાવનગરના મહુવાથી આરસી મકવાણા, કુબેરસિંહ ડિંડોર, રાજેન્દ્ર ત્રિવેદી, કાંકરેજના ધારાસભ્ય કીર્તિસંહ વાઘેલા

Other News : નો રિપિટ’ થિયરી : ગુજરાતના નવા મંત્રીમંડળમાં ઘણા મંત્રીઓના પત્તા કપાઈ શકે છે

Related posts

બેફામ વાહનચાલકો સાવધાન… હવે ઓવરસ્પીડથી દોડતા વાહનોને અદ્યતન ટેકનોલોજીથી મળશે મેમો

Charotar Sandesh

કોરોના ડર : ૩ મહિનામાં ૭.૦૫ લાખ લોકોએ જીવન વીમો ખરીદ્યો…

Charotar Sandesh

રાજ્યસભાની ૪ બેઠકો માટે ૫ ઉમેદવારોએ ફોર્મ ભરાતાં રાજકીય ગરમાવો…

Charotar Sandesh