Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

કોરોનાકાળના હિરો સોનુ સૂદ પર તવાઈ : આઈટી દ્વારા રેડ કરાઈ

હિરો સોનુ સૂદ IT

મુંબઈ : સોનુ સૂદે કોરોનાકાળમાં લગાવવામાં આવેલા લૉકડાઉનમાં સૌ પહેલા પરપ્રાંતીય મજૂરોને તેમના ઘરે મોકલવાનું અભિયાન શરૂ કર્યું હતું. ત્યાર બાદ તે દેશભરના લોકોને વિવિધ રીતે મદદ કરતો રહ્યો છે. પંજાબ તથા દિલ્હી સરકારે સોનુ સાથે મળીને કામ કર્યું છે. આ ઉપરાંત સોનુએ ગુડવર્કર જોબ એપ, સ્કોલરશિપ પ્રોગ્રામ પણ ચલાવ્યા છે. સોનુ સૂદ દેશનાં ૧૬ શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવી રહ્યો છે.સોનુને પૂછવામાં આવ્યું કે તે રાજકારણમાં ઝંપલાવશે? તો તેણે કહ્યું હતું કે હાલમાં તેનો આવો કોઈ ઈરાદો નથી. સોનુએ કહ્યું હતું, ’જે સારું કામ કરશે તેની પાછળ-પાછળ આવી જશે.’

ને સોનુ સૂદ દિલ્હી સરકારના એક પ્રોગ્રામનો બ્રાન્ડ-એમ્બેસેડર બન્યો છે. આ સમયે ચર્ચા હતી કે સોનુ સૂદ આમ આદમી પાર્ટી જોઇન કરશે. જોકે સોનુએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આ અંગે કોઈ વાત થઈ નથી. સોનુ સૂદે શુક્રવાર, ૨૭ ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી હતી. સોનુ સૂદ તથા અરવિંદ કેજરીવાલની મુલાકાત દરમિયાન દિલ્હીના ડેપ્યુટી CM (ચીફ મિનિસ્ટર) તથા એજ્યુકેશન મિનિસ્ટર મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા. આ મુલાકાત બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ સોનુ સૂદની સાથે પ્રેસ-કોન્ફરન્સ પણ કરી હતી.

સોનુ સૂદને મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ-કોન્ફરન્સમાં બાળકો માટે દેશમાં મેન્ટર કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે અને આ મેન્ટર કાર્યક્રમનો બ્રાન્ડ-એમ્બેસેડર સોનુ સૂદ છે

કેજરીવાલે કહ્યું હતું કે આજે તે પૂરા દેશ માટે પ્રેરણાસ્ત્રોત બની ગયો છે. આજે આટલી બધી સરકારો જે નથી કરી શકતી એ સોનુ સૂદ કરી રહ્યો છે. જે પણ સોનુ સૂદ પાસે મદદ માગે છે તે તેની મદદ કરે છે. ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવેલાં બાળકો ઘણુંબધું કરવા માગે છે, પરંતુ તેમને ગાઇડ કરનારું કોઈ નથી. આવાં બાળકો માટે આપણે દેશમાં મેન્ટર કાર્યક્રમ શરૂ કરીશું.

Other News : સમય જ બતાવશે કે કોનું અસ્તિત્વ છે અને કોનું નહીં : પ્રિયંકા ગાંધી

Related posts

સિરમના સીઇઓ અદાર પૂનાવાલાએ લીધી કોરોના વેક્સિન : સ્પેશ્યલ મેસેજ શેર કર્યો…

Charotar Sandesh

ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે દેશમાં કોરોના કેસોમાં થઈ રહેલો વધારો ક્યાં લઈ જશે ?

Charotar Sandesh

બોલો… મશહૂર કેટરિના કૈફને વડાપ્રધાન મોદી સાથે ડિનર કરવું છે..!! અન્ય ચાહકો પણ છે લિસ્ટમાં…

Charotar Sandesh