નવી દિલ્હી : ભાજપે પણ પોતાના તમામ યુનિટોને મોટા પ્રમાણમાં લોકોને રસીકરણ કેન્દ્રો સુધી લઇ જવાની અપીલ કરી હતી. આ સાાૃથે જ દેશમાં અત્યાર સુધી કુલ અપાયેલા ડોઝની સંખ્યા ૭૮.૬૮ કરોડ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ૧૬ જાન્યુઆરીથી દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનની શરૃઆત કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે કોરોના વેક્સિનેશનનો નવો વિક્રમ રચાયો છે
શુક્રવાર સાંજે પાચ વાગ્યા સુધીમાં જ બે કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી હતી. ભાજપે મોદીના જન્મ દિવસે વેક્સિનેશનનો બે ગણો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. કો-વિન પોર્ટલના ડેટા અનુસાર રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધીમાં ૨.૫૦ કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા હતાં. છેલ્લા એક મહિનાથી ઓછા સમયગાળામા ચોથી વખત એક જ દિવસમાં એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આજે અપાયેલા એક કરોડ ડોઝની ઝડપ અત્યાર સુધીની સૌથી વધારે હતી. તેમણે ટિ્વટર પર જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે બપોરે ૧.૩૦ વાગ્યા સુધીમાં જ કોરોના વેક્સિનના એક કરોડાથી વધારે ડોઝ આપી દેવામાં આવ્યા હતાં. જે અત્યાર સુધીની સૌથી વધુ ઝડપ છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૬ સપ્ટેમ્બર, ૩૧ ઓગસ્ટ અને ૨૭ ઓગસ્ટના રોજ એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતાં. ગઇકાલે જ માંડવિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે મોટા પ્રમાણમાં વેક્સિનેશન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં વેક્સિનેશન જ તેમના માટે યોગ્ય ભેટ ગણાશે.
Other News : તાલિબાનોની સરકાર બનતાં વિશ્વમાં આતંક અને કટ્ટરવાદ વધશે : PM મોદી