મુંબઈ : ફિલ્મ લાંબા સમયથી તૈયાર હતી પણ કોરોનાને કારણે રિલીઝ અટકી ગઇ હતી. રજનીકાંત અભિનીત આ ફિલ્મનું નિર્દેશન કલાનિધિ મારને કર્યું છે. ફિલ્મમાં રજનીકાંત, મીના, ખુશ્બુ, નયનતારા, કીર્તિ સુરેશ, જેકી શ્રોફ, જગપતિ બાબુ, પ્રકાશ રાજ, સૂરી અને સતીશ સહિત ઘણા કલાકારો જોવા મળવાના છે.સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો તેની વધુ એક ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. રજનીકાંતની ફિલ્મ ’અન્નાત્થે’ દિવાળી પર રિલીઝ થવાની છે.
રજનીકાંત આ ફિલ્મથી ફરી એક વખત મોટા પરદે આવી રહ્યા છે
ફિલ્મનો તેનો ફર્સ્ટ લૂક અને પોસ્ટર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. પોસ્ટરમાં રજનીકાંત નવા લુકમાં જોવા મળી રહ્યા છે. રિલીઝ થયેલા આ પોસ્ટરમાં રજનીકાંત સફેદ રંગનો શર્ટ પહેરીને હસતા જોવા મળી રહ્યા છે. તેણે ચશ્મા પહેર્યા છે અને આકાશ તરફ નજર છે. ફિલ્મ ચોથી નવેમ્બરે રિલીઝ થશે.
Other News : પરિણીતીને મળી વધુ એક મોટી ફિલ્મ ઊંચાઈ મળી