Charotar Sandesh
સ્પોર્ટ્સ

વિમેન્સ વન-ડેમાં મિતાલી રાજે નંબર-૧નો તાજ જાળવી રાખ્યો

મિતાલી રાજ

નવી દિલ્હી : ટોપ-૧૦માં ભારતની સ્મૃતિ મંધાના સાતમા ક્રમે છે. છેલ્લી રેન્કિંગમાં મિતાલી સાથે સંયુક્ત રીતે ટોચના ક્રમે રહેલી સાઉથ આફ્રિકાની ઓપનર લિઝેલ લી નવી રેન્કિંગમાં બીજા ક્રમે સરકી ગઇ છે. વેસ્ટ ઇન્ડિઝ સામેની અંતિમ બે વન-ડેમાં નહીં રમવાના કારણે તેનો એક રેટિંગ પોઇન્ટ ઘટી ગયો છે. ઇંગ્લેન્ડની સુકાની હિધર નાઇટે પાંચ ક્રમાંકનો સુધારો કર્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની વન-ડેમાં ૧૦૭ બોલમાં ૮૯ રનની મેચવિનિંગ ઇનિંગ રમવાના કારણે તે ટોપ-૧૦માં સ્થાન મેળવવામાં સફળ રહી છે. તે નતાલી શિવર તથા લૌરા વોલ્વાર્ડટ સાથે સંયુક્ત રીતે નવમા ક્રમે છે.

ભારતની ઝૂલન ગોસ્વામી એક ક્રમાંકના ફાયદા સાથે ચોથા ક્રમે પહોંચી ગઇ છે. સ્પિનર પૂનમ યાદવ નવમા ક્રમે જળવાઇ રહી છે. ભારતની દીપ્તિ શર્મા ઓસ્ટ્રેલિયાની સિનિયર પેસ બોલર એલિસ પેરીના નેતૃત્વ હેઠળની ઓલરાઉન્ડર્સની યાદીમાં ચોથા ક્રમે યથાવત્‌ રહી છે.ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સુકાની મિતાલી રાજે ઓસ્ટ્રેલિયા સામે મંગળવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં પોતાની ઇન્ટરનેશનલ કારકિર્દીમાં ૨૦ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી.

મિતાલીએ આઇસીસી વિમેન્સ વન-ડે રેન્કિંગની બેટ્‌સવુમનની યાદીમાં પોતાનું ટોચનું સ્થાન પણ જાળવી રાખ્યું છે. ન્યૂઝીલેન્ડની એમી સેધરવેઇટે ટોચની પાંચ ખેલાડીઓમાં ફરીથી સ્થાન મેળવ્યું છે. મિતાલીના ૭૬૨ રેટિંગ પોઇન્ટ છે.

Other News : અમદાવાદમાં છઠ્ઠી ફેબ્રુઆરી વન-ડે રમાશે

Related posts

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો ૨૩મી ફેબ્રુઆરીએ ભવ્ય ઉદઘાટન કાર્યક્રમ…

Charotar Sandesh

મેસ્સીએ મને શ્રેષ્ઠ ખેલાડી બનાવ્યો, તેમની સાથે મારી સ્વસ્થ સ્પર્ધા છે : રોનાલ્ડો

Charotar Sandesh

કોહલી પિન્ક બોલ સાથે સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો…

Charotar Sandesh