Charotar Sandesh
બોલિવૂડ

આલિયાની એડ કન્યાદાન પર કંગના ભડકી : હિન્દુ પરંપરાની મજાક ના ઉડાવો

અભિનેત્રી આલિયા ભટ્ટ

મુંબઈ : તાજેતરમાં જ કંગનાએ બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને નિશાન બનાવી હતી. ખરેખર, આલિયા ભટ્ટે એક જાહેરાત દ્વારા ‘કન્યાદાન’ની પરંપરા પર સવાલ ઉઠાવ્યા હતા. હવે આ વિશે કંગનાએ આલિયાને આડે હાથ લીધી છે.

કંગનાએ લખ્યું- ‘હું તમને બધા બ્રાન્ડ્‌સને વિનંતી કરું છું, કૃપા કરીને તમારી વસ્તુઓ વેચવા માટે ધર્મ, લઘુમતી, બહુમતી, રાજકારણનો ઉપયોગ કરશો નહીં. આ ચાલાકીથી જાહેરાતના માધ્યમથી લોકોને વહેંચીને ભોળા ગ્રાહકોને મેન્યુ-પોપ્યુલેટ કરશો નહીં. ‘ કંગનાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે હિન્દુ રિવાજોની મજાક ઉડાવવાનું બંધ કરો. અભિનેત્રીએ આગળ લખ્યું- ‘આપણે ઘણી વખત ટેલિવિઝન પર શહીદના પિતાને જોતા હોઈએ છીએ, જ્યારે તે સરહદ પર લડવા માટે તેના એક પુત્રને ગુમાવે છે, ત્યારે પિતા કહે છે કે કઇ નહીં મારો બીજો પુત્ર છે. હું તેનું પણ દાન આ ધરતી માને કરીશ. કન્યાદાન હોય કે પુત્ર દાન, સમાજ જે રીતે બલિદાનની અવધારણાને જુએ છે તે તેની મૂળ મૂલ્ય પ્રણાલીને દર્શાવે છે. અગાઉ પણ કંગનાએ આલિયાને નિશાન બનાવી હતી અને તેને ‘નેપો ગેંગ’ નો ભાગ ગણાવ્યો હતો.

એટલું જ નહીં, કંગનાએ કહ્યું હતું કે આલિયા કરણ જોહરની ‘કઠપૂતળી’ છે. દરેક જગ્યાએ આ નિવેદન પર ઘણી ચર્ચા થઈ હતી. બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત કોઇને કોઇ કારણસર અવારનવાર ચર્ચામાં રહે છે. કંગના ઇન્ડસ્ટ્રીની આવી અભિનેત્રી છે, તે દરેક મુદ્દે પોતાનો અભિપ્રાય આપે છે. કંગના માત્ર સામાજિક અને રાજકીય જ નહીં પણ બોલિવૂડના ઘણા સ્ટાર્સ પર પણ કટાક્ષ કરતી રહે છે.

Other News : રજનીકાંતની ફિલ્મ અન્નાત્થે દિવાળી પર રિલીઝ થવાની

Related posts

રાજીવ સેને પત્ની સાથેના અશ્લીલ ફોટા શેર કરતાં ટ્રોલ થયો…

Charotar Sandesh

સિદ્ધાર્થ-પરિણીતીની ’જબરિયા જોડી’ ૨ ઓગસ્ટે રિલીઝ થશે

Charotar Sandesh

મહત્વાકાંક્ષી બની રહેવા કરતાં સતત વિકાસશીલ બનો ઃ એકતા કપૂર

Charotar Sandesh