મુંબઈ : તબ્બુ વિશાલ ભારદ્વાજની બે ફિલ્મો કરી રહી છે. વિશાલ હાલમાં સ્પાય-થ્રિલર ફિલ્મ બનાવી રહ્યા છે. ખુફિયા નામની ફિલ્મનું લેખન વિશાલે મેઘના ગુલઝાર સાથે મળીને કર્યુ છે. અમર ભૂષણની નોવેલ ’એસ્કેપ ટુ નોવેર’ પરથી આ ફિલ્મ પ્રેરિત છે. આ નોવેલ પણ સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં તબ્બુ, અલી ફઝલ, વામિકા ગાબી અને આશિષ વિદ્યાર્થી મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે.
આ વિશે વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે ’હું ’ખુફિયા’ દ્વારા એક જાસૂસી ફિલ્મ બનાવવા જઈ રહ્યો છું જેમાં ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સની સાથે ઇમોશન પણ હશે. વિશાલ ભારદ્વાજના દીકરા આસમાન ભારદ્વાજની ડેબ્યુ ફિલ્મ ’કુત્તે’માં પણ તબ્બુ કામ કરી રહી છે.
તબ્બુએ કહ્યું હતું કે મારી ફિલ્મ ’ખુફિયા’ એક એવી ફિલ્મ છે જે મારા દિલની ખૂબ જ નજીક છે. આ સ્પાય-થ્રિલરમાં કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવું હંમેશાં ખુશી આપનારું હોય છે.
Other News : પ્રતિક ગાંધીની નવી ફિલ્મ ‘ભવાઇ’ આ તારીખે રિલીઝ થશે