સુપ્રિમ કોર્ટની કેન્દ્ર સરકારને ખેડૂતોના પ્રદર્શન અંગે ફટકાર
બહાના ન બનાવો, કાયદાનું પાલન કરાવવું તે તમારું કામ છે, હાઇવે-રસ્તાને જામ કરવા જોઇએ નહીં
ન્યુ દિલ્હી : સુપ્રીમ કોર્ટે દિલ્હી બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શનને લઈને આવેલી એક અરજીની સુનાવણી કરતા કેન્દ્ર સરકારની ધૂળ કાઢી નાખી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, કાયદાનું પાલન કરાવાનું કામ આપનું છે. વડી અદાલતે તો એવું પણ કહ્યુ છે કે, ખેડૂતોને બોર્ડર પરથી હટાવવા માટે કેન્દ્ર સરકારે પગલા લેવા જોઈએ. કોર્ટ સાર્વજનિક જગ્યા પર ધરણા આપવા બાબતે દિશા-નિર્દેશ આપી ચુકી છે. આવા સમયે સરકાર અમને એવું ન કહે કે, અમે નથી કરી શકતા. તમારી પાસે અમે રસ્તો પૂછ્યો હતો, તેમને હટાવા માટે આપની પાસે શું કોઈ રસ્તો છે.
વડી અદાલતે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા એવું પણ કહ્યુ કે, હાઈવે અને રસ્તાને જામ કરવા જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની નારાજગી નોઈડાના અરજીકર્તાની અરજી પર સુનાવણી દરમિયાન સામે આવી હતી. અરજીમાં કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શનકારીઓએ રસ્તો જામ કરતા નોઈડા અને દિલ્હીની વચ્ચે મુસાફરોને ભારે મુશ્કેલીઓ આવી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર તરફથી સોલિસિટર તુષાર મહેતાએ કહ્યુ કે, અમે ત્રણ સભ્યોની કમિટી બનાવીને ખેડૂત નેતાઓને બોલાવ્યા હતા. અને અન્ય સ્થળ પર ધરણાં કરવાનો આગ્રહ કર્યો હતો, પણ તેમને ના પાડી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, આપ આ મામલે કોર્ટમાં અરજી કેમ નથી કરતા. જે મામલે કોર્ટમાં સરકાર તરફથી હામાં જવાબ આપતા સોલિસિટર જનરલે કહ્યું અમે અરજી દાખલ કરી દઈશું. મામલામાં સોમવારની આગામી સુનાવણી થશે.
કેન્દ્ર સરકારે પોતાની અરજીમાં ખેડૂત સંઘને પક્ષકાર બનાવશે. સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં અરજી દાખલ કરવાનો નિર્દેશ કેન્દ્રને આપ્યો હતો, જેનાથી ખેડૂત સંઘ પોતાના પક્ષ કોર્ટમાં રાખી શકે.
Other News : ૬૮ વર્ષ બાદ એર ઈન્ડિયા કંપની વેચાઈ ગઈ : આ ગ્રુપે ખરીદી લીધી એર ઈન્ડિયા, જાણો