Charotar Sandesh
ઈન્ડિયા

એક દાયકામાં ત્રીજી વખત સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

વરસાદ

મુંબઇ : મુંબઇમાં સપ્ટેમ્બર મહિનામાં આ વર્ષે અત્યાર સુધીમાં ૭૩૧ એમએમ વરસાદ નોંધાયો છે. મુંબઈમાં એક દાયકામાં આવું ત્રીજી વખત બન્યું છે. મુંબઈમાં સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ૩૪૧ એમએમ વરસાદ થાય છે. એની સામે આ વર્ષે ડબલ જેટલો વરસાદ થયો છે. આ પહેલાં સપ્ટેમ્બર ૨૦૧૯માં ૧૧૧૬ એમએમ અને સપ્ટેમ્બર ૨૦૧૬માં ૭૫૭ એમએમ વરસાદ થયો હતો.

મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ ૩૪૧.૪ એમએમ વરસાદ પડે છે, પણ છેલ્લાં છ વર્ષમાં ૨૦૧૮ને બાદ કરતાં ઍવરેજ કરતાં ઘણો વધારે વરસાદ નોંધાયો છે. ચોમાસું સપ્ટેમ્બર મહિનાના અંતમાં સત્તાવાર રીતે વિદાય થતું હોય છે. જોકે ૨૦૧૯માં સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ ૧૧૧૬ એમએમ વરસાદ નોંધાયો હતો, જે આ મહિનાનો ઑલટાઇમ હાઈ છે.

હાલના મહિનામાં તો લગભગ દરરોજ વરસાદ થયો છે. ગુલાબ અને શાહીન સાયક્લોનને લીધે મુંબઈ સહિત રાજ્યભરમાં આ વખતે વધુ વરસાદ પડ્યો છે. ગઈ કાલ સુધી શહેરમાં આ મહિનામાં ૭૩૧ એમએમ વરસાદ પડ્યો છે.

આઇએમડી, મુંબઈનાં સાયન્ટિસ્ટ શુભાંગી ભુતેએ કહ્યું હતું કે ‘અરબી સમુદ્રમાં નિર્માણ થયેલા હવાના હળવા દબાણને કારણે મુંબઈમાં આગામી ૨૪ કલાક કેટલાંક સ્થળે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. આ સમય દરમ્યાન શાહીન સાયક્લોન પાકિસ્તાન તરફ ફંટાઈ જશે.’

Other News : પંજાબ સર કરવા કેજરીવાલે સ્વાસ્થ્ય સેવાઓ સહિત ૬ ગેરંટીની જાહેરાત કરી

Related posts

ભારતમાં ઇન્ટરનેટના ૪૫ કરોડ યૂઝર્સ : બાળકોની સંખ્યા સૌથી વધુ…

Charotar Sandesh

બિહાર, ઝારખંડમાંથી ૧૦૦ કરોડની બ્લેક મની ઝડપાઈ

Charotar Sandesh

દેશમાં માર્ચ ૨૦૨૨માં અત્યાર સુધીનું GST કલેક્શન રેકોર્ડબ્રેક થયું : ૧૫ ટકાનો વધારો નોંધાયો, જુઓ વિગત

Charotar Sandesh