Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્યાતિભવ્ય શરદોત્સવ-રાસોત્સવ ઉજવાયો હતો

શરદોત્સવ-રાસોત્સવ

સંતો-પાર્ષદો તથા હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી

વડતાલ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ખાતે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મના આશીર્વાદ સાથે વડતાલ મંદિરમાં શરદપૂનમની પૂર્વસંધ્યાએ ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ મંદિરમાં વાજતેગાજતે ઠાકોરજીની પાલખીયાત્રા યોજવામાં આવી હતી. હરિમંડપના પાછળના ભાગે ઊભી કરવામાં આવેલી કાષ્ટની સુશોભિત માંડવડીમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા.

વડતાલ મંદિરના કોઠારી ડૉ. સંત સ્વામીએ જણાવ્યું હતું કે શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ ભવ્ય શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં વાજતે-ગાજતે ઠાકોરજીની પાલખીયાત્રા નીકળી હતી. હરિમંડપના પાછળના ભાગે ઊભી કરવામાં આવેલી કાષ્ટની સુશોભિત માંડવડીમાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ માંડવડીમાં બિરાજમાન ઠાકોરજીનું મહારાજ તથા સંતોને હસ્તે પૂજન થયું હતું. બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, ચૈતન્યાનંદજી, ભાર્વિક ભટ્ટે ઠાકોરજીની આરતી ઉતારી હતી. જ્યારે પૂજનવિધિ પુરોહિત ધીરેનભાઇ ભટ્ટે કરી હતી.

આ પ્રસંગે ચેરમેન દેવસ્વામી, ડો.સંત સ્વામી, બ્રહ્મસ્વરૂપસ્વામી, ગોવિંદસ્વામી, પુરાણી વિષ્ણુસ્વામી સહિતના સંતો પૂજાવિધિમાં જોડાયા હતા. મંદિરના ચોગાનમાં ગુણાતીત યુવક મંડળ કલાકુંજ, સુરત દ્વારા મધુર સંગીતને સથવારે શરદોત્સવ રાસની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં સાધુ, સંતો, સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ તથા હરિભક્તોએ રાસની રમઝટ બોલાવી હતી. પરંપરાગત વસ્ત્રોધારી યુવાનોએ રાસનું ખાસ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે સત્સંગી બહેનોએ પણ અલગ ચોકામાં રાસની રમઝટ બોલાવી હતી. રાસના અંતે વહીવટી સહયોગી મુનિવલ્લભ સ્વામીએ તૈયાર કરાવેલો દૂધ-પૌંઆનો પ્રસાદ ઉપસ્થિત ભાવિકોને વહેંચવામાં આવ્યો હતો. આ ઉજવણી ટાંણે નટુભાઇ ચોવટિયા, કાંતિભાઇ રાખોલિયા, મહેન્દ્રભાઇ પટેલ, પંકજભાઇ પટેલ વગેરેનું પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે ગાયક કલાકાર જૈમિશ ભગત તથા ગુણાતીત યુવક ગ્રુપના કલાકારોનું પણ સંતોએ સન્માન કર્યું હતું.

Other News : ચરોતર ઈગ્લીશ મિડિયા સ્કૂલ, આણંદ દ્વારા વિધાર્થીનીઓમાં સ્પર્શ જાગૃતતા અંગે સેમિનાર

Related posts

૫૦ હજારની લાંચ લેતા વચેટિયો ટીઆરબી જવાન ઝડપાયો : પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ ફરાર…

Charotar Sandesh

ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત પેટલાદની સિવિલ હોસ્પિમાં ડાયાલિસીસ વિભાગનું ઈ-લોકાર્પણ

Charotar Sandesh

આણંદ : કોરોના વાઈરસને હરાવી ત્રણ દર્દીઓ રીકવર થઈ ઘરે પરત ફર્યા…

Charotar Sandesh