મુંબઈ : તાજેતરમાં જ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત દક્ષિણ ભારતીય ફ્લ્મિોના સુપરસ્ટાર રજનીકાંતની તબિયત ગુરુવારે બગડતા તેમને ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલ સૂત્રોં દ્વારા મળતી માહિતી મુજબ રજનીકાંતની કેરોડિટડ એન્ડાટેરક્ટોમી માઈનર સર્જરી કરવામાં આવી છે. શરીરના કોઈપણ અંગે કે કોઈ ઈશ્યૂમાં રક્તપ્રવાહ અટકી જવાની સમસ્યાને કેરોડિટડ એન્ડાટેરક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. આ સર્જરીની મદદથી સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. આ થલાઈવાનું રૂટિન મેડિકલ ચેકઅપ છે. રજનીકાંતના ફ્ન્સે તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય એ માટે પ્રાર્થન કરવાનું શરૂ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, રજનીકાંત દર વર્ષે રેગ્યુલર હેલ્થ ચેકઅપ માટે એક વખત અમેરિકા જાય છે. આ વખતે તેઓ ૧૮ જૂને અમેરિકા ગયા હતા અને ત્યાં ત્રણ સપ્તાહ રોકાયા હતા. તેમને પહેલાં જ ચેકઅપ માટે અમેરિકા જવાનું હતું, પરંતુ કોવિડ લૉકડાઉન અને ફિલ્મોની શૂટિંગ હોવાને કારણે એ શક્ય બન્યું ન હતું. ૯ જુલાઈએ રજનીકાંત ભારત પરત ર્ફ્યા હતા. રજનીકાંતની વર્ષ ૨૦૧૬માં અમેરિકામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી.
Other News : જ્હાન્વી કપૂર મિરરવર્ક લહેંગામાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી