Charotar Sandesh
ગુજરાત

કોરોના જંગમાં ગુજરાતની આગવી સિદ્ધિ : ૭ કરોડ ૧ લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા, જાણો વધુ વિગત

વેક્સિન ડોઝ

ગાંધીનગર : કોરોના જંગમાં ગુજરાતની જનતાએ એકથઈ વધુમાં વધુ કોરોના રસીકરણ કરેલ છે, જેમાં અત્યાર સુધી ૭ કરોડ ૧ લાખથી વધુ વેક્સિન ડોઝ લીધા સાથે આગવી સિદ્ધિ મેળવેલ છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે આ વિગતો આપતાં જણાવ્યું છે કે, તા.ર૯ ઓક્ટોબર-ર૦ર૧ શુક્રવાર સુધીમાં રાજ્યમાં તમામ વયજૂથોના ૪ કરોડ ૪૬ લાખ ૪૯ હજાર લાભાર્થીઓને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે.

એટલું જ નહિ, ર કરોડ પ૪ લાખ પ૬ હજાર ૩૮ર લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ અપાઇ ગયો છે. સમગ્રતયા રાજ્યમાં ૭ કરોડ ૧ લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા છે

આ સાથે અધિક મુખ્ય સચિવેએ વધુમાં કહ્યું કે, ગુજરાતે પ્રતિ દસ લાખે બે ડોઝના લાભાર્થી એટલે કે પર મિલીયન વેક્સિનેશનમાં ડબલ ડોઝ અન્વયે ૭,૧૦,૮૮૦ ડોઝ આપીને દેશમાં મોટા રાજ્યોમાં અગ્રેસરતા મેળવી છે. રાજ્યભરના ૧પ,૪૬૭ ગામડાઓ, પ૦૩ પ્રાથિમક આરોગ્ય કેન્દ્રો, ૩૧ શહેરી આરોગ્ય કેન્દ્રો તથા ૬૭ તાલુકાઓમાં ૧૮ વર્ષથી ઉપરની વયના પાત્રતા ધરાવતા તમામ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે.

Other News : યુએસમાં ગુજરાતીઓએ ગરબાની રમઝટ બોલાવી : કીર્તિદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો, જુઓ તસ્વીર

Related posts

અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા બન્યા કચ્છનાં મહેમાન, શૂટીંગ કર્યું શરુ…

Charotar Sandesh

ભારે વરસાદના કારણે ૧૫ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૩૬ રસ્તા બંધ

Charotar Sandesh

૬ વર્ષની ઉંમર પૂર્ણ થતી હશે તેવા બાળકોને જ ધો.૧ માં મળશે પ્રવેશ…

Charotar Sandesh