Charotar Sandesh
ઈન્ડિયા

ઓમિક્રોન વેરિએન્ટથી બચવા વેક્સિન લઈ લીધી છે એ લોકો સૌથી વધારે સુરક્ષિત : સ્વાસ્થ્ય મંત્રાલય

વેક્સિન

ન્યુદિલ્હી : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલાક જરૂરી સવાલો અને તેના જવાબો આપીને નાગરિકોની વચ્ચે જાગૃતતા વધારી છે. તેમાં જણાવ્યું છે કે, જેમનું વેક્સનેશન થઈ ગયું છે એવા લોકો વધારે સુરક્ષિત છે.વેક્સિનની અસર નહીં થાય એવો કોઈ પુરાવો નથી.

જોકે વાયરસના સ્પાઈક જેનામાં થયા તેનામાં કેટલાક મ્યૂટેશનના કારણે વેક્સિનની અસર ઓછી થવાની વાત સામે આવી છે. તો પણ જે લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે એ લોકો વધારે સુરક્ષિત છે. તેથી કોઈ નાગરિકે વેક્સિન ના લીધી હોય અથવા તો ડોઝ બાકી હોય તેમણે જરૂરથી લઈ લેવી જોઈએ. ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાંથી ઉદ્ભવ્યો છે અને કેટલાય દેશોમાં ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પ્રમાણે તે કેટલાક બીજા દેશોમાં પણ ફેલાઈ શકે છે.

હજુ પણ તેના સંક્રમિતોની સંખ્યા અને સ્તર સ્પષ્ટ નથી

બીજી બાજુ જોઈએ તો ભારતમાં ડેલ્ટા વેરિએન્ટ વધારે ફેલાયેલો હતો અને વેક્સિનેશન પણ ખૂબ ઝડપથી ચાલ્યું. આ કારણે એવું અનુમાન લગાવી શકાય કે આ બીમારી થોડી કમજોર રહી શકે છે.

મંત્રાલયે આ અનુમાનમાં પણ “પરંતુ” જોડીને જણાવ્યું છે કે હજુ વધારે વૈજ્ઞાનિક પુરાવા સામે આવી જ રહ્યા છે. કોરોના માટે આરટીપીસીઆર સૌથી નક્કર તપાસ પ્રણાલી છે. તે વાયરસના સ્પાઈક (એસ), એન્વલ્ડપ (ઈ) અને ન્યુલિયોકૈપ્સિડ જેવા જીનને પકડીને સંક્રમણની પૃષ્ટિ કરે છે.

જોકે ઓમિક્રોનના એસ જીનમાં ઘણો બદલાવ આવ્યો છે. જેનાથી કેટલીક બાબતોમાં સંક્રમણને ઓળખવું મુશ્કેલ થઈ શકે છે. જોકે ઓમિક્રોનની પૃષ્ટિ માટે જીન સિક્વેન્સિંગ થઈ રહ્યું છે. માસ્ક પહેરવું, વેક્સિનેશન કે એક ડોઝ બાકી હોય તો જરૂરથી લઈ લેવા, સામાજિક દૂરી રાખવી અને રૂમ કે કાર્યાલયને વાતાનુકૂલિત બનાવી રાખવા. સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, પ્રેસમાં સતત ગાઈડલાઈન ચાલું છે.

Other News : વર્ષ ૨૦૨૧માં યાહૂ સર્ચમાં નંબર વન પીએમ નરેન્દ્ર મોદી : મમતા દીદી રાહુલ ગાંધી કરતાં આગળ

Related posts

કોઇ પણ રોગને હળવાશથી ન લો,વાયરસ કોઇ ધર્મને જોતો નથી : ઉદ્ધવ ઠાકરે

Charotar Sandesh

દેશની એકતાની આડે અવરોધરુપ હતી કલમ-૩૭૦ : અમિત શાહ

Charotar Sandesh

કોરોનાની સ્પીડ પર બ્રેક : ૨૪ કલાકમાં ૨.૮૧ લાખ કેસ નોંધાયા…

Charotar Sandesh