ગાંધીનગર : ગુજરાતના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થયાના સમાચાર મળી રહ્યા છે, જેમાં તેઓની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું.
મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયાનું ઝાયડસ હોસ્પિટલે જણાવ્યું હતું
આજે સવારે જ ધારાસભ્ય આશાબેન પટેલના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝાયડસ પહોંચ્યા હતા. તબીબો સાથે કરેલી વાતચીતનો હવાલો આપી સી.આર.પાટીલે સ્પષ્ટ કર્યુ છે કે હાલની સ્થિતિએ આશાબેનના સ્વાસ્થ્યની સ્થિતિ કાબુ બહારની છે.
Other News : હેકરે મોડી રાત્રે પીએમ મોદીનું ટિ્વટર એકાઉન્ટ હેક કર્યું : લખ્યું ‘ભારતે બિટકોઈનને કાયદેસર માન્યતા આપી’