મુંબઈ : સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પાએ દેશભરમાં ધમાકેદાર કમાણી કરી છે. બીજા અઠવાડિયે પણ તેની કમાણી ચાલુ છે. પહેલા અઠવાડિયે કમાણી કર્યા બાદ પુષ્પાએ બીજા અઠવાડિયે પણ ગતિ જાળવી રાખી હતી.
ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મે બીજા સપ્તાહના પહેલા શુક્રવારે હિન્દી ભાષામાં લગભગ ૨.૩૧ કરોડની કમાણી કરી હતી, જ્યારે શનિવારે તેની કમાણી વધી હતી અને તેણે ૩.૭૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
બીજા સપ્તાહના શનિવારે ૪.૨૫ કરોડની કમાણી કરીને આ ફિલ્મે અત્યાર સુધીમાં ૩૭.૨૦ કરોડની કમાણી કરી લીધી છે
રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે સોમવારે પણ લગભગ ૨ કરોડની કમાણી કરી લીધી છે. તે આ અઠવાડિયે ૫૦ કરોડના આંકડા સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. આ માત્ર હિન્દી ભાષાની કમાણીનાં આંકડા છે. અન્ય ભાષાઓમાં આ ફિલ્મે લગભગ ૧૮૬.૮૧ કરોડની કમાણી કરી છે. તેણે પ્રથમ સપ્તાહમાં ૧૬૬.૨૨ કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષાઓમાં રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે.
આ ફિલ્મને તેની સાથે સ્પર્ધા કરતી બે ફિલ્મો કરતાં ઓછી સ્ક્રીન્સ મળી છે. તેમ છતાં આ ફિલ્મ સતત સારો દેખાવ કરી રહી છે. સ્પાઈડરમેને અત્યાર સુધીમાં ૧૭૪.૯૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે રણવીર સિંહની ’૮૩’એ અત્યાર સુધીમાં ૪૭ કરોડની કમાણી કરી છે. ૮૩ ની કમાણી એ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે કારણ કે આ ફિલ્મ વિશે ઘણી ચર્ચા હતી.
આ ફિલ્મમાં જંગલની વાર્તા બતાવવામાં આવી છે, જ્યાં જંગલમાં રહેતા લોકોની સમસ્યાઓ અને ચંદનની દાણચોરી જેવા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી વાર્તા વણાઈ છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ઉપરાંત આ ફિલ્મમાં મલયાલમ ફિલ્મ સ્ટાર ફહાદ ફાસિલ પણ છે. આ ફિલ્મ તેલુગુ ભાષામાં બની છે પરંતુ તે ૧૭મી ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સમગ્ર વિશ્વમાં હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થઈ છે. સુકુમાર તેનું દિગ્દર્શન કરી રહ્યા છે અને મનીષ શાહ નિર્માતા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે.
Other News : અભિનેતા સલમાન ખાન હોસ્પિટલથી સ્વસ્થ થઈ કહ્યું સાપે ત્રણ વખત ડંખ માર્યો હતો