Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં ઉત્તરાયણ બાદ એક દિવસમાં જ અધધ પ હજાર કેસ વધ્યા : છેલ્લા ૨૪ કલાકમાં જાણો કેટલા કેસ

gujarat corona cases1

રાજ્યમાં જાન્યુઆરીના 18 દિવસમાં કોરોનાથી 56નાં મોત

અમદાવાદ : રાજ્યમાં ઉત્તરાયણ લોકોએ મન મુકીને ઉજવી છે ત્યારે રાજ્યમાં રોજ કરતાં નવા પ૦૦૦ કેસો વધ્યા છે. ત્રણેય લહેરમાં પહેલીવાર ૧૭ હજાર ૧૧૯ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ દર્દીઓ મોત થયા છે અને ૭ હજાર ૮૮૩ દર્દી ડિસ્ચાર્જ થયા છે. તો એક્ટિવ કેસ પણ મુંબઈથી ડબલ થઈને ૭૯ હજારને પાર થયાં છે.મુંબઈમાં હાલ ૪૦ હજાર એક્ટિવ કેસ છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ ૬૦૭૮, સુરત ૩૯૮૬, વડોદરા ૧૬૭૦, રાજકોટ ૧૪૬૧, ગાંધીનગર ૪૮૩, ભાવનગર ૫૦૧, જામનગર ૩૫૪, મોરબી ૩૧૮, વલસાડ ૩૧૦, મહેસાણા ૨૪૦, નવસારી ર૧૧, ભરૂચ ૨૦૬, કચ્છ ૧૭૫, બનાસકાંઠા ૧૬૩, જૂનાગઢ ૧૩૧, પાટણ ૧૧૯, ખેડા ૮૫, સુરેન્દ્રનગર ૭૮, અમરેલી ૭૬, આણંદ ૬૫, દાહોદ ૬૨, સાબરકાંઠા ૫૧, નર્મદા ૪૮, પંચમહાલ ૪૫, ગીર સોમનાથ ૪૨, મહિસાગર ૩૯, દેવભૂમિ દ્વારકા ૭૪, પોરબંદર-તાપી ૩૦, બોટાદ ૧૨, અરવલ્લી ૧૦, છોટા ઉદેપુર-ડાંગ ૩ કેસ સપાટી પર આવ્યા છે.

અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં ૩-૩, સુરત શહેરમાં ૨ અને ભાવનગર શહેર અને વલસાડ જિલ્લામાં ૧-૧ મળી કુલ ૧૦નાં મોત થયાં છે

રાજ્યમાં આજે ૧૭૩૧૯ કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાંખી છે. ૩૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ બીજી લહેરની પીક ૧૪૬૦૫ કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક ૨૭ નવેમ્બરના રોજ ૧૬૦૭ કેસ પર આવી હતી. હવે નવા કેસો ૧૭ હજારને પાર થઈ ગયા છે.

Other News : ભાજપ અધ્યક્ષ પાટીલ પૈસા અને સત્તાના જોરે મનફાવે કરે છે : આપ નેતા ગોપાલ ઈટાલિયા

Related posts

કોને ઓબીસીમાં સમાવવા તે રાજ્ય નક્કી કરશે નહીં કે કેન્દ્ર કે કોઈ પાર્ટીના નેતા : નીતિન પટેલ

Charotar Sandesh

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૫ તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ…

Charotar Sandesh

હવે DGP નાગરિકોની સીધી ફરિયાદ સાંભળશે, સ્વાગત પ્લસ ઓનલાઈન કાર્યક્રમની શરૂઆત કરી

Charotar Sandesh