મુંબઈ : ફેમશ કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’નો આગામી એપિસોડ ખુબ જ શાનદાર હશે, કારણ કે કપિલના શોમાં ક્રિકેટના બે મોટા સ્ટાર્સ આવવાના છે. કપિલના શોમાં પૃથ્વી શૉ અને શિખર ધવન ખાસ મહેમાન તરીકે જોવા મળશે.
આ દરમિયાન પૃથ્વી શૉ પોતાની સાથે જોડાયેલી ઘણી બાબતો ફેન્સ સાથે શેર કરશે. ૨૨ વર્ષીય પૃથ્વી શૉ ક્રિકેટ જગતનો જાણીતો સ્ટાર છે, જે ટેસ્ટ સદી ફટકારનાર સચિન તેંડુલકર પછી બીજો સૌથી યુવા ભારતીય ક્રિકેટર છે. એટલું જ નહીં, તે પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય છે. જ્યારે પૃથ્વી શૉ અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો કેપ્ટન હતો, ત્યારે તેના ડેબ્યૂ વિશે ઘણાને ખબર નથી.
આવી સ્થિતિમાં પૃથ્વીએ શોમાં જણાવ્યું કે કેવી રીતે તેણે નાની ઉંમરમાં ક્રિકેટની સફર શરૂ કરી હતી. જ્યારે કપિલ શર્માએ પૃથ્વીને પૂછ્યું કે તેણે ક્યારે નક્કી કર્યું કે તે ક્રિકેટર બનવા માંગે છે, તો પૃથ્વી શૉએ કહ્યું કે તેના પિતાએ તેને માત્ર ૩ વર્ષની ઉંમરે ક્રિકેટ એકેડમીમાં તેમને એડમિશન આપી દીધુ હતુ.
પૃથ્વીએ કહ્યુ કે, ‘મેં પ્લાસ્ટિકના બોલથી શરૂઆત કરી અને પછી દોઢ વર્ષ પછી મેં ટેનિસ બોલથી રમવાનું શરૂ કર્યું.’
કપિલે તેને પૂછ્યું કે શું તે આટલી નાની ઉંમરમાં ક્રિકેટ વિશે જાણી લીધુ હતુ ? જેના જવાબમાં પૃથ્વીએ કહ્યુ કે, ના, હું આ રમત સમજી શક્યો નહોતો. મારા પપ્પા જે કહે તે હું કરતો. જ્યારે હું ૬ કે ૭ વર્ષનો હતો ત્યારે મને આ રમત સમજવા લાગી હતી. મારા પપ્પાને ક્રિકેટનો શોખ હતો. તે સમયે અમારા વિસ્તારમાં એક જ ટેલિવિઝન હતુ, તેથી મારા પપ્પા મને ત્યાં લઈ જતા હતા. તે સચિન સર ના મોટા ફેન હતા. તેમનો ક્રિકેટ પ્રત્યેનો શોખ એટલો હતો કે તેઓ ઈચ્છતા હતા કે હું માત્ર ક્રિકેટ જ રમું.
Other News : બોલિવૂડ એક્ટર સોનુ સૂદે હવે વિદ્યાર્થીઓ માટે હાથ લંબાવ્યો