ગુજરાત સૌથી વધુ તક અને રોજગાર આપનારું રાજ્ય : ગૃહમંત્રી હર્ષ સંઘવી
અમદાવાદ : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સંબોધન કરતાં જણાવ્યું હતું કે જે લોકો રાજ્યના નાગરિકોને ગેરમાર્ગે દોરે છે, બે નંબરી રીતે બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તે સૌકોઈને ચેતવણી આપું છું. આગામી દિવસોમાં ખૂબ મોટી કામગીરી કરવાની દિશામાં જઈ રહ્યા છીએ. રાજ્ય પોલીસ દ્વારા પણ આવા લેભાગુ એજન્ટો પર કાયદેસરની કાર્યવાહી કરવાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યના યુવાનોને રોજગારીની વાત હોય કે પૂરતી તકોની કેન્દ્ર સરકાર દ્વારા અટલ ઇનોવેશન મિશન, સ્ટાર્ટઅપ મિશનથી પ્લેટફોર્મ પૂરી પાડી રહી છે.ગુજરાતમાં મળતી તકો એ દેશના કોઈપણ બીજા રાજ્યની ગુજરાત અને ગુજરાતીઓ સાથે તુલના કરીએ તો ગુજરાત સૌથી વધુ તક આપનારું રાજ્ય છે.કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ ૩૫ ડીગ્રી ઠંડીમાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જતી વખતે થીજી જવાથી કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક પાટીદાર પરિવારના ૪ સભ્યનાં મોત થઈ ગયાં હતાં.
આ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં તક ન મળતી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી
નીતિન પટેલના નિવેદન સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દેશભરના યુવાનોને કોઈ રાજ્ય સૌથી વધુ રોજગારી આપતું હોય તો તે ગુજરાત છે. હવે આ મામલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ પણ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, તકોના અભાવે ગુજરાતનો આઈટી પાસ યુવાન રોજગારી માટે અમેરિકાની સિલીકોન વેલીથી શરૂ કરીને ભારતમાં હૈદરાબાદ, બેંગ્લોરમાં જઈ પોતાની કારર્કિદી બનાવવા મજબુર છે.
અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા ગુજરાતના એક જ પરિવારના ચાર સભ્યો કેનેડાથી અમેરિકામાં પ્રવેશ કરતા બોર્ડર ઉપર બરફના તોફાનમાં થીજી ગયા અને તેમનું દુઃખદ મૃત્યુ થયા.
અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યનો આઈટી પાસ યુવાન રોજગારી માટે અમેરિકાની સિલીકોન વેલીથી શરૂ કરીને ભારતમાં હૈદરાબાદ, બેંગ્લોરમાં જઈ પોતાની કારર્કિદી બનાવવા મજબુર છે. કારણ કે ગુજરાતમાં આઈટી ક્ષેત્રે કારર્કિદીની તકો લગભગ શૂન્ય સમાન છે.
Other News : ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત કરી : ૭ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત, જાણો