Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં નવા કેસો કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ, જાણો વિગત

આણંદ જિલ્લા

આણંદ : ગુજરાતમાં હવે ત્રીજી લહેરની પીક ધીમી પડી ગઈ છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૨,૯૧૧ નવા કેસ નોંધાયા છે અને ૨૨ના મોત થયા છે. જ્યારે ૨૩૧૯૭ દર્દી સાજા થયા છે. આમ નવા દર્દી કરતા દર્દી વધુ સાજા થયા છે.

રાજ્યનો રિકવરી રેટ વધીને ૮૮.૫૬ ટકા થઈ ગયો છે

આણંદ જિલ્લામાં આજે નવા ૧૯૬ કેસ નોંધાયા છે. કોરોના મજબૂતાઈથી ૧૯૬૧ દર્દીનો અજગર ભરડો લઈ બેઠો છે.આજે ૮૩૩૬ નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આજે ૩૯૪ દર્દીઓ સાજા થયેલ છે.૯ દર્દી ઓક્સિજન ઉપર ,૩ બાયપેય અને ૨ દર્દી વેન્ટીલેટર ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક ૫૦ નોંધાયો છે.

આણંદ તાલુકામાં આજે સૌથી વધુ ૧૨૪ દર્દી નવા નોંધાયા છે.જ્યારે અંકલાવમાં ૨ ,ખંભાતમાં ૧૩ ,પેટલાદમાં ૨૯ ,બોરસદમાં ૧૯ , ઉમરેઠમાં ૧ અને તારાપુરમાં ૫ તેમજ સોજીત્રામાં ૩ કેસ નોંધાયા છે.

Other News : ગુજરાતનો યુવાન તક ન મળતા ગેરકાયદેસર અમેરિકા જઈ રહ્યા છે : અર્જુન મોઢવાડિયાનો કટાક્ષ

Related posts

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે શ્રી ચૈતન્‍ય સંઘાણી લિખિત ચાર પુસ્‍તિકાઓનું વિમોચન…

Charotar Sandesh

પેન્ડિંગ કેસ બાબતે પેટલાદના ધારાસભ્યના નામે ફોન આવતા હાઈકોર્ટના જજ ધૂંઆપૂંઆ…

Charotar Sandesh

વાહનચાલકો આનંદો… પીયુસી કઢાવવા ૧૫ દિવસની મુદત વધારાઈ…

Charotar Sandesh